આ કળયુગમાં સુખી થવાના આ ૮ મંત્ર યાદ રાખી લો...! એક વાર અચૂક વાંચો. માત્ર ૧ મિનિટ લાગશે...!!

આ કળયુગ છે. આનંદમાં રહેવું હોય તો આ ૮ મંત્રોને સમજી લો અને તેને બરાબર યાદ રાખી લો...

    ૧૦-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

gujarati quotes
 
 
કળયુગ માનવજગત માટે પડકારરૂપ છે અને અનેક સગવડતાથી ભરપૂર પણ છે. પડકારો અને સગવડતાની સાથે માનવે જીવવાનું છે ત્યારે આટલી વાત યાદ રાખવા જેવી છે...
#૧ ભગવાન પર વિશ્વાસ કરતા શીખો
 
ભગવાનમાં માનો છો, રોજ તેમનું સ્મરણ કરો છો, રોજ પૂજા કરો છો…? તો સૌથી પહેલા તેમના પર વિશ્વાસ કરતા શીખો...! ભગવાન સૌનું ભલુ કરશે. વિશ્વાસ રાખો. આ જીવસૃષ્ટિ પર તેણે નાનામાં નાના જીવની પણ વ્યવસ્થા કરી છે.
 
#૨ બોલતા પહેલા સાંભળવાનું શીખો
 
બોલતા બધાને આવડે છે. બોલીને બગાડવું નહી એવું કહેવાય છે. આજે બોલતા પહેલા સાંભળવાનું શીખવાની જરૂર છે. કળયુગમાં એક સારા શ્રોતા બનો...! જીવન સરળ થઈ જશે..!
 
#૩ કઈ લખતા પહેલા તેને સમજો
 
સોશિયલ મીડિયાના કારણે આજે પોતાના વિચારો કોઇ પણ વ્યક્તિ સરળતાથી લોકો સમક્ષ મૂકી શકે છે. ચિંતાની વાત એ છે કે લોકો સમજ્યા વગર ગમે તે લખી દે છે અને પછી વિવાદ થતા તેને ડિલિટ કરવાનો વારો આવે છે. સંબંધ પણ બગડે છે અને પોતાની ઇમેજ પણ બગડે છે. માટે આજે લખતા પહેલા તમે જે લખી રહ્યા છો તેને બરાબર સમજો. સમજી વિચારીને લખો…!
 whatsapp 
 
#૪ ખર્ચ કરતા પહેલા કમાતા શીખો
 
દેખા-દેખીનો આ જમાનો છે. એવું લાગે છે કે લોકો પોતાના માટે નહી પણ દુનિયાને દેખાડી દેવા જીવે છે. આ દેખાડામાં ખર્ચ વધી જાય છે અને પછી તણાવ આવે છે. જેના કારણે અનેક માનસિક રોગોએ જન્મ લીધો છે. માટે ખર્ચ કરતા પહેલા આજે વિચારવાની જરૂર છે. ખર્ચ કરતા પહેલા કમાતા શીખી લો...
 
#૫ હાર મનતા પહેલા કોશિશ કરો
 
કળયુગમાં લોકો નાની-નાની વાતમાં, નાની નાની મુશ્કેલીમાં કે નાના નાના પડકારો સામે હારી જાય છે અને હાર સ્વીકારી લે છે. ક્યારેય હાર ન સ્વીકારવી જોઇએ બસ કોશિશ કરતા રહેવું જોઇએ. કળયુગમાં અણથક કોશિશ જ તમને આગળ વધારશે
 
#૬ સંબંધ નિભાવો
 
આ કળયુગમાં સારા સંબંધ હોવા ખૂબ જરૂરી છે. સંબંધ આજે સાચી મૂડી છે. સંબંધ સાચવો. સંબંધ નિભાવો. નવા સંબંધ બનાવતા પહેલા તેને નિભાવતા પણ શીખો...સંબંધ એક તરફી ન હોવો જોઇએ.
 

telegram 
 
#૭ મૃત્યુનો ડર ન રાખો મન ભરીને જીવો…
 
જિંદગી ખૂબ નાની છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. માટે મૃત્યુનો ડર ન રાખો, મરવાનું તો છે જ માટે મરતા પહેલા મન ભરીને જીવતા શીખો..
 
#૮ હસતા શીખો
 
અને છેલ્લું...આખી દુનિયા આજે કોઇને કોઇ કારણસર રડી જ રહી છે! આમાને આમા આપણે હસવાનું ભૂલી જ ગયા છીએ. આપણે હસતા રહેવાનું છે. કળયુગમાં હસતા રહેવાનું શીખવાની ખૂબ જરૂર છે...હસતા શીખો, હસવતા શીખો…
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik