બોધકથા । જોકરની શિખ | તમે એક જોક્સ પર વારંવાર હસી શકો??!!

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૦૨-મે-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bodh Katha
 
 
      એક સર્કસમાં જોકર દર્શકોને ટૂચકો સંભળાવી રહ્યો હતો. ટૂચકા (જોક્સ)ને સાંભળી લોકો પેટ પકડીને હસી રહ્યાં હતા. થોડા સમય બાદ જોકરે એ જ ટૂચકો ફરીવાર સંભળાવ્યો. પરંતુ આ વખતે ખૂબ ઓછા લોકો હસ્યા. થોડા સમય બાદ જોકરે ફરી એ જ ટૂચકો કહેવા લાગ્યો. આ સાથે જ લોકોએ હોહા કરી, અરે, ભાઈ કેટલી વાર આ એકનો એક ટૂચકો અમારા માથે માર્યા કરીશ કંઈક નવું કહે, હવે તો હસવું પણ નથી આવતું.
 
     જોકરે થોડા ગંભીર થઈ કહ્યું, હું આ જ તો કહેવાં માંગતો હતો કે, જ્યારે ખુશીના એક કારણને લઈ આપણે વારંવાર ખુશ થઈ શકતા નથી, તો પછી દુ:ખના એક કારણને લઈ વારંવાર દુ:ખી શું કામ થઈએ છીએ ? ‘આપણા જીવનમાં સુખ ઓછા અને દુ:ખ વધારે આવે છે.’ એ ફરિયાદ પાછળનું અસલી કારણ આ જ છે. આપણે જીવનમાં મળેલી ખુશીને તો ખૂબ જ ટૂંકાગાળામાં ભૂલી જઈએ છીએ, પરંતુ દુ:ખને પકડી રાખી હંમેશાં દુ:ખી થતા રહીએ છીએ. જીવનમાં સુખ અને દુ:ખ તો આવવા અને જવાનાં, પરંતુ જે રીતે આપણે એક જ ખુશીને લઈ વારંવાર ખુશ નથી થઈ શકતા તેવી જ રીતે એક જ દુ:ખને લઈ વારંવાર દુ:ખી પણ ન જ થવું જોઈએ. જીવનમાં સફળતા અને સાચી સુખ-શાંતિ ત્યારે જ મળે છે, જ્યારે દુ:ખોને ભૂલી આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ.