બોધ કથા । ઘાસનો રંગ…લાલ । વાર્તાના અંતમાં એક સમજવા જેવો સંદેશ છે…!!

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૦૩-જુલાઇ-૨૦૨૩
કુલ દૃશ્યો |

bodh katha
 
 
 
એકવાર એક જંગલમાં એક ગધેડો અને વાઘ સામ-સામે આવી ગયા.
 
ગધેડાએ વાઘને કહ્યું કે આ ઘાસની જેમ કેમ લાલઘૂમ થઈને ફરો છો?
 
વાઘે કહ્યું ઘાસ લાલ નથી તે લીલું છે.
 
આથી ગધેડાએ કહ્યું ના ઘાસ લાલ જ છે તમને ખબર ન પડે!
 
વાઘે કહ્યું ઘાસ લીલા રંગનું જ છે.
 
પણ ગધેડો માન્યો જ નહી. આથી વાઘને ગુસ્સો આવ્યો તે વધારે જોરથી બોલ્યો ઘાસનો રંગ લીલો છે.
 
પણ ગધેડો માન્યો જ નહી એટલે આ ઘાસના રંગનો પ્રશ્ન જંગલના રાજા સુધી લઈ જવાનું નક્કી થયું
 
ઘાસનો રંગ કયો? આ પ્રશ્ન લઈ ગધેડો અને વાઘ જંગલના રાજા સિંહના દરબારમાં ગયા.
 
રાજાએ કહ્યું બોલો શું સમસ્યા છે?
 
એટલે ગધેડો બોલ્યો, મહારાજ આ ઘાસનો કલર લાલ છે છતાં આ વાઘભાઈ માનવા તૈયાર જ નથી. તેઓ ઘાસને લીલા રંગનું કહે છે! હવે તમે જ કહો કે ઘાસનો રંગ કયો છે…!?
 
થોડો વિચાર કર્યા પછી રાજા એ કહ્યું કે ગધેડો સાચો છે. ઘાસનો રંગ લાલ જ છે. આવા ફાલતું પ્રશ્નોથી રાજાના દરબારનો સમય બર્બાદ કરવા બદલ વાઘને એક વર્ષ માટે જંગલમાંથી બહાર રહેવાની સજા ફટકારવામાં આવે છે…!!
 
આ સાંભળી ગધેડો તો ખુશ થઈ ગયો અને રાજાની જય બોલાવતો ત્યાંથી ચાલ્યો ગયો. પણ વાઘ ત્યાં જ ઉભો રહ્યો અને રાજાને કહ્યું કે મને સજા કબૂલ છે પણ કહીકત એ જ છે કે ઘાસનો રંગ લીલો જ છે…!
 
આ સાંભળી રાજાએ કહ્યું કે મને પણ ખબર છે કે ઘાસનો રંગ લીલો જ છે…!
 
આથી વાઘે કહ્યું તો હું સાચો હોવા છતાં મને સજા કેમ કરવામાં આવી?
 
આ સાંભાળી જંગલના રાજા સિંહે જે કહ્યું તેમાં એક સુંદર બોધ છે…!
 
સિંહે કહ્યું કે ઘાસ તો લીલા રંગનું જ છે પણ તારો વાંક એટલો જ છે કે તે ગધેડા જોડે ચર્ચામાં ઉતરી તારો સમય બર્બાદ કર્યો…
 
સાર એટલો જ છે કે સામેવાળાની સામ્યતા જોઇને તેની સાથે ચર્ચા કરવી જોઇએ. ચર્ચા હંમેશાં બે બૈદ્ધિકો વચ્ચે ખૂબ શાંતિથી થવી જોઇએ. ગમે તે જોડે ચર્ચા કરવાથી માત્ર સમય અને આપણી શક્તિનો જ વ્યય થાય છે…!!
 
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik