બોધકથા - ગુસ્સાની સચોટ દવા | ...અને સાધુએ આપેલી દવા કામ કરી ગઈ...!!

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૩૧-ઓગસ્ટ-૨૦૨૩
કુલ દૃશ્યો |

bodhkatha
 
 
એક મહિલા હતી. તેને ગુસ્સો ખૂબ આવતો હતો. જેના કારણે પરિવારમાં કોઇની જોડે તેને બનતું ન હતું. વાત વાતમાં તે લડવા લાગતી. એકવાર આ મહિલાના ઘરે એક સાધુ આવ્યા. આથી મહિલાએ આ સાધુને બધી વાત કરી. મહિલાએ કહ્યું કે મહારાજ મને ગુસ્સો બહુ આવે છે પરિણામે ઘરમાં કજિયા ખૂબ થાય છે. મારાથી ગુસ્સામાં બોલાય જવાય છે અને પછી પછતાવો થાય છે. આનો કોઇ ઉપાય જણાવો.
 
આથી સાધુ મહારાજે તરત તેના થેલામાંથી એક નાનકડી શીશી કાઢીને તે મહિલાને આપી અને કહ્યું કે લો આ રહી દવા. આ શીશી જોડે જ રખજો. જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે તરત આ શીશીમાંથી ૪ ટીપા દવા મોઢામાં મૂકી દેજો અને ૫ મિનિટ માટે આ દવાને મોઢામાં જ રાખવાની છે ગળાવાની નથી. પાંચ મિનિટ પછી દવા ગળી જજો...
 
સાત દિવસ સુધી મહિલાએ પણ સાધુના કહ્યા પ્રમાણે દવા પીધી. મહિલા દવાની શીશી જોડે જ રાખતી. ગુસ્સો આવે એટલે સાધુના જણાવ્યા પ્રમાણે ૪ ટીપા મોઢામાં મૂકી પાંચ મિનિટ પછી ગળી જતી. મહત્વની વાત એ છે કે થોડા જ દિવસમાં મહિલા ગુસ્સો કરતી બંધ થઈ ગઈ. દવા કામ કરી ગઈ.
 
થોડા દિવસ પછી સાધુ મહારાજ ફરી તે મહિલાના ઘરે આવ્યા. મહિલાએ સાધુના દર્શન કર્યા અને કહ્યું મહારાજ મારો ગુસ્સો ગાયબ થઈ ગયો છે. પણ દવા ખાલી થઈ ગઈ છે. એ દવા કઈ છે અને ક્યાં મળશે...?
 

મહિલાની વાત સાંભળી સાધુએ કહ્યું કે તે દવાની શીશીમાં કોઇ દવા ન હતી પણ માત્ર પાણી જ હતું. ગુસ્સો આવે ત્યારે માત્ર થોડીવાર ચૂપ રહેવું જોઇએ. ગુસ્સાની આ જ દવા છે. ગુસ્સામાં વ્યક્તિ શું બોલતો હોય તેને ખબર હોતી નથી. ગુસ્સો આવે ત્યારે શાંત રહેવાની જરૂર છે. માટે ક્રોધ, ગુસ્સાનો ઇલાજ માત્ર મૌન છે. મૌન રહો....દવાનું નહી પણ ચાર ટીપા પાણી મોઢામાં મૂક્યા પછી તેમે ચૂપ રહ્યા તેનું જ આપરિણામ છે
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik