બોધકથા - કોઇ અપશબ્દો બોલે તો...? ગૌત્તમ બુદ્ધ જણાવે છે શું કરવું !

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૦૨-સપ્ટેમ્બર-૨૦૨૩
કુલ દૃશ્યો |

bodhkatha 
 
બોધકથા - કોઇ અપશબ્દો બોલે તો...? ગૌત્તમ બુદ્ધ જણાવે છે!
 
એક સમયની વાત છે. તથાગત ( ગૌત્તમ બુદ્ધ ) એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને જોઇને ગામના કેટલાંક લોકો તેમની પાસે આવ્યા. તેમની વેશભૂષા જોઇને તેમની મજાક ઉડાવી. આથી તથાગતે કહ્યું કે જો તમારી વાત પૂર્ણ થઈ ગઈ હોય તો હું આગળ જાવ. મારે બીજી જગ્યાએ પણ જવાનું છે. તથાગતની આ વાત સાંભળીને પેલા ગામના લોકો તો સ્તબ્ધ જ થઈ ગયા. ગામના એ લોકો કહેવા લાગ્યા કે અમે તમને આટલા હેરાન કર્યા, અપશબ્દો કહ્યા, મજાક ઉડાવી તેમ છતાં તમે દુઃખી ન થયા!
 
અહીં ભગવાને બુદ્ધ જે કહે છે તે આજે બધાએ સાંભળવા - વાંચવા જેવું છે
 
ભગવાન બુદ્ધે કહ્યું કે મને અપમાનથી દુઃખ થતું નથી અને સ્વાગતથી ખુશી મળતી નથી. એટલે હું એજ કરીશ જે મેં પાછળના ગામમાં કર્યુ હતું.
 
આથી ગામવાસીઓએ કહ્યું કે પાછળના ગામમાં તમે શું કર્યુ હતું?
 
ત્યારે ભગવાને બુદ્ધે કહ્યું કે પાછળના ગામમાં મને મિઠાઈ અને ફળ આપવામાં આવ્યા હતા. પણ મારુ પેટ ભરાયેલું હતું એટલે મેં તેમની માફી માંગી અને મિઠાઈ અને ફળ તેમને પાછા આપી દીધા. અહીં તમે મને અપશબ્દો આપ્યા તો આ અપશબ્દોનો પણ હું અસ્વીકાર કરુ છું અને તમને પાછા આપી રહ્યો છું...!
 
બોધ - બોધ એજ છે કે જીવનમાં એ વાતો જ ગ્રહણ કરો જે ગ્રહણ કરવા યોગ્ય હોય...!
 
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik