સંતાન । મા તો મા છે... પુત્રની આ વાત સાંભળી માતાએ જે કહ્યું તે વાંચવા જેવું છે

08 Sep 2023 18:32:35

bodh katha
 
પિતાના અવસાન પછી પુત્ર એની માતાને ઘરડાંઘરમાં મૂકી આવ્યો. પુત્ર મહિનામાં એકાદવાર માતાને મળવા પણ જતો.
એક દિવસ ઘરડાંઘરમાંથી પુત્ર પર ફોન આવ્યો કે તમારા માતૃશ્રીની તબિયત ખૂબ ખરાબ છે. એકવાર આવીને મળી જાવ.
બીજા દિવસે પુત્ર ઘરડાંઘર પહોંચી ગયો. માતા ખૂબ બિમાર હતી. માતાની સ્થિતિ જોઇને પુત્રને ખબર પડી ગઈ કે આ તેમના અંતિમ દિવસો છે.
 
આથી પુત્રએ કહ્યું કે મા હું તમારા માટે શું કરી શકુ છું?
 
માતાએ જવાબ આપ્યો કે કૃપા કરીને આ ઘરડાંઘરમાં પંખા લગાવી દે. અહીં એક પણ પંખો નથી. અને હા એક ફ્રિજ પણ ખરીદી આપ. જેના કારણે ખાવાનું બગડે નહી. ઘણીવાર મારે ભૂખ્યા જ સૂવું પડે છે...!!
 
માતાની આ વાતો સાંભળી પુત્ર તો વિચારમાં જ પડી ગયો. તેણે માતાને કહ્યું કે તમે અહીં ઘણા સમયથી રહો છો, આ સમય દરમિયાન તમે મને એક પણ ફરિયાદ ન કરી અને હવે તમે બિમાર પડ્યા છો, કદાચ તમારા છેલ્લા દિવસ છે ત્યારે તમે આ બધુ લાવવાની વાત કરો છો..!
 
પુત્રની આ વાત સાંભળી માતાએ જે કહ્યું તે વાંચવા જેવું છે...!!
 
માતાએ કહ્યું કે મને ખબર છે દિકરા કે આ મારા છેલ્લા દિવસો છે પણ વાત એમ છે કે મે તો ગર્મી, ભૂખ, દુઃખ સહન કરી લીધું પણ મને ડર છે કે જ્યારે તારો દિકરો તને અહીં મૂકી જશે ત્યારે તું આ બધું સહન નહી કરી શકે. મા છુ એટલે દિકરાની તો ચિંતા થાય જ ને...!!
 
 
 
આ બોધ કથા વાંચવી ગમશે...
 
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

 
Powered By Sangraha 9.0