બોધકથા । તમાશો ન જુવો...પ્રયાસ કરો...! બેટા...તું તો ખૂબ સમજુ થઈ ગઈ છે. દિકરી તરત કહ્યું કેમ કે મારી પાસે મારા આદર્શ દાદા છે...!

આ સાંભળી દાદા એ કહ્યું બેટા...તું તો ખૂબ સમજુ થઈ ગઈ છે. દિકરી તરત કહ્યું કેમ કે મારી પાસે મારા આદર્શ દાદા છે...!

    ૩૧-માર્ચ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Bodh Katha
 
 
અચાનક એક ગામમાં આગ લાગી ગઈ. આગ આગળ વધી રહી હતી. ગામમાં કાચા ઘર હતા અને પવનના કારણે આગ આગળ વધી રહી હતી. ગામના લોકો પોતાનો જીવ બચાવવા આમ તેમ દોડી રહ્યા હતા. આવા સમયે ત્યાંથી એક નાનકડી દિકરી અને એક વૃદ્ધ દાદા પસાર થયા. તેમણે ગામમાં લાગેલી આગ જોઇ. ગામના લોકો આગને જોઇ રહ્યા હતા પણ તેને કાબુમાં લેવા કોઇ પ્રયાસ કરી રહ્યા ન હતા. એટલે પેલી દિકરી બાજુમાં પડેલી ટાંકીમાંથી ખોબે ખોબે પાણી ભરીને આગ પર નાંખવા લાગી...ગામના લોકોએ આ દિકરીનો પ્રયાસ જોયો. અને તેઓ પણ ઉત્સાહમાં આવી ગયા. દિકરીની સાથે આખું ગામ જોડાયું અને થોડીવારમાં આગ કાબૂમાં આવી ગઈ. આથી દિકરી ફરી દાદા પાસે જતી રહી અને તેઓ આગળ વધ્યા...
 
ચાલતા ચાલતા દાદાએ દિકરીને પૂછ્યું કે બેટા તું શું કરતી હતી? તારા ખોબામાં કેટલું પાણી આવતું હશે? તારા એટલાં પાણીથી વિકરાળ આગને શું ફરક પડવાનો હતો...આ સાંભળી દિકરીએ જે જવાબ આપ્યો તે વાંચવા જેવો છે...
 
દિકરીએ કહ્યું દાદા તમે તો શીખવ્યું હતું કે કોઇ પણ મુશ્કેલી આવે ત્યારે તેનાથી ભાગવાની જગ્યાએ તેનો સામનો કરવો જોઇએ. હારી જવાની જગ્યાએ જીતવાનો પ્રયાસ કરવો જોઇએ. આપણાં હાથમાં માત્ર પ્રયત્ન જ હોય છે. ગામના લોકો આગ (મુશ્કેલી) ને જોઇ રહ્યા હતા પણ તેને કાબૂમાં લેવાનો કોઇ પ્રયત્ન કરી રહ્યા ન હતા. એટલે મેં પ્રયત્ન કર્યો. મારો નાનકડો પ્રયત્ન જોઇ લોકો જોડાયા અને મુશ્કેલી દૂર થઈ...! તમાશો ન જુવો...પ્રયાસ કરો...!
 
આ સાંભળી દાદા એ કહ્યું બેટા...તું તો ખૂબ સમજુ થઈ ગઈ છે. દિકરી તરત કહ્યું કેમ કે મારી પાસે મારા આદર્શ દાદા છે...!
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...