દરેક દિકરાએ અને માતા-પિતાએ વાંચવા જેવી બોધકથા…

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૦૨-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

bodh katha
 
 
એક દિવસ એક દિકરો તેના વૃદ્ધ પિતાને એક હોટલમાં જમવા માટે લઈ ગયો.
 
વૃદ્ધ પિતાને હોટલના ટેબલ પર બેસીને ખાવાની ટેવ ન હતી આથી અનેકવાર ખાવાનું વૃદ્ધના કપડા પર પડતું. આ બધુ આજુ-બાજુના ટેબલ પર બેઠેલા લોકો જોતા અને આ વૃદ્ધ તરફ જોઇને હસતા, કેટલાંક નાકનું ટેરવું પણ ચડાવતા.
 
આ બધુ પેલા વૃદ્ધનો દિકરો પણ જોઇ રહ્યો હતો. પણ તે એકદમ શાંત થઈને બેઠો હતો. પિતાનું ભોજન પૂર્ણ થયું એટલે કોઇ પણ શરમ વગર દિકરાએ પિતાને ઉભા કર્યા, હાથ પકડીને તેમને હોટલના બાથરૂમમાં લઈ ગયો, પાણી વડે બગડેલા કપડા સાફ કર્યા, ચહેરો ધોવડાવ્યો અને ચશ્મ પહેરાવીને બહાર આવ્યો.
 
આ બધુ હોટલમાં ભોજન કરવા આવેલા બધા જ લોકો જોઇ રહ્યા હતા. આ દરમિયાન દિકરાએ બિલ ભર્યુ અને પિતાને લઈને હોટલની બહાર જવા લાગ્યો.
 
બરાબર આ જ સમયે હોટલમાં જ ભોજન કરી રહેલા એક અન્ય વૃદ્ધ વ્યક્તિ બૂમ મારી. આથી પેલા પિતા-પુત્ર ઉભા રહ્યા, પાછળ જોયુ અને વૃદ્ધને કહ્યું બોલો શું કામ છે?
 
પેલા ભોજન કરી રહેલા વૃદ્ધે કહ્યું કે દિકરા શું તને નથી લાગતું કે તું અહી કઈ ભૂલીને જઈ રહ્યો છે?
 
દિકરા એ જવાબ આપ્યો કે નહી! હું અહીં કોઇ વસ્તું ભૂલી ને જઈ રહ્યો નથી.
 
આ સાંભળી પેલા ભોજન કરી રહેલા વૃદ્ધે જે કહ્યું તે દરેક દિકરાએ વાંચવું જોઇએ
 
પેલા વૃદ્ધે કહ્યું કે દિકરા તું અહીં દરેક દિકરા માટે એક શીખ, સબક અને પ્રત્યેક પિતા માટે એક આશા-ઉમ્મીદ છોડીને જઈ રહ્યો છે…!!
 
પેલા વૃદ્ધે સાચુ કહ્યું ને મિત્રો!
 
આજની યુવા પેઢી માતા-પિતાને સાથે લઈ જવામાં શરમ અનુભવે છે. તેમને આવું કરવું ગમતું પણ નથી. આ વિચાર બદલવા જેવો છે. યાદ રાખો કે બાળકો નાના હોય ત્યારે માતા-પિતા ધ્યાન રાખે છે અને માતા – પિતા વૃદ્ધ થાય એટલે મોટા થયેલા દિકારાઓએ માતા-પિતાનું ધ્યાન રાખવાનું હોય છે. આજ કુદરતનું ચક્ર છે…
માટે માતા-પિતાનું સમ્માન કરો…!
 
 
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...