અવલોકન

માનવીની માનસિકતા બગાડવા કોણ ષડ્‌યંત્ર રચી રહ્યું છે?!

આ હાર્વર્ડ યુનિવર્સિટીના વોકેઈઝમ થકી સંચાલિત થઈ રહેલા બદલાયેલા `વોક અમેરિકા'ની ધૂંધળી તસવીર ભાવિ અમેરિકાની તાસીર બતાવે છે...

કેટલાક અમેરિકન બ્લેક નેતાઓને અને મહત્વાકાંક્ષી કથિત યુવા દલિતોને ભેગાં કરીને ભારતને કઠેડામાં ઊભું કરવા મથી રહ્યા છે. ..!?

આ સૂરજ યેન્ગડે પોતાનો સ્વાર્થ સાધવા શ્રદ્ધેય આંબેડકરજીનું નામ કઈ હદે વટાવી રહ્યા છે એ પણ જોવા જેવું છે...

…તેઓ જો સફળ થાય તો ભારતમાં આંતરજાતીય ટકરાવનું ગૃહયુદ્ધ ન ફાટી નીકળે તો બીજું થાય શું ?

આ અજંતા સુબ્રમણ્યન્ના નિશાન ઉપર દેખીતી રીતે તો ભારતની તમામ IITs (ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજી) છે. પણ વાસ્તવમાં નિશાન ઉપર છે- ઉન્નત મસ્તકે ઉભા થઈ રહેલા ભારતનું સ્વાભિમાન...

તેનું કારણ છે- અમેરીકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ક્રિટિકલ રેસ થિયરીના નામે ઉભી થયેલ વામપંથી `વોક' પલટન.

સિલિકોન વેલીની ઓળખ એવી ગુગલ, ફેસબૂક, એપલ, એમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી સંખ્યાબંધ મહાકાય કંપનીઓ માનસિક રીતે હતપ્રભ બની, બેબાકળી બની ગઈ. એવું કયા કારણે થયું..???..

વામપંથને `વોક' નામે વેશપલટો કેમ કરવો પડ્યો? ભારતને તોડવા વધુ પડતા કટ્ટર વોક-એક્ટિવિસ્ટ બનીને રાષ્ટ્રદ્રોહી સાજીશોને અંજામ આપી રહ્યા છે.

`વોક'નો ભોગ બનેલાઓમાંથી `ટૂકડે ગેંગ' બને એમાં; વિદ્યાર્થીઓનો જેટલો વાંક છે એના કરતાં વધુ વાંક ત્યાંના હ્યુમૅનીટીઝના પ્રોફેસરોનો છે. ..

શાળામાં ભણતા બાળકનું માતા-પિતાને જાણ કર્યા વગર લિંગ પરિવર્તનનું ઓપરેશન આ દેશમાં કરવામાં આવી રહ્યું છે...!!

શાળાવાળાઓને ધ્યાને આવે કે, એક છોકરીનો શારીરિક બાંધો મજબૂત છે - ખડતલ છે અને તે ઉંચા અવાજે સૌને ડરાવી શકે છે તો તેના જીવનને જન્મગત છોકરીપણાથી મુક્ત કરીને તેને છોકરો બનાવવામાં આવે તે જ તેના હિતમાં અનિવાર્ય બની ગયું હોય તેમ માનવામાં આવે છે. અને તો જ તેની સાથે ન્યાય થયો ગણાય છે. ..

આ ‘વોક(woke)’ નામનું ડિંડક શું છે...? રાષ્ટ્રની યુવા પેઢીને મનોરોગી બનાવવાનું વામપંથનું ષડ્યંત્ર સમજો…!!

રાષ્ટ્રની યુવા પેઢીને વિચિત્ર રીતે બહેકાવીને, વિતંડાવાદ ઉભો કરીને, અસંતોષજન્ય મનોસંઘર્ષ ઉભા કરીને આ આખી પેઢીને મનોરોગી બનાવવાનો આ અગનખેલ ‘વોક (Woke)’ના નામે આપણાં વિદ્યાલય-મહાવિદ્યાલયોમાં ખેલાઈ રહ્યો છે...