જીવનગાથા

પ્રકરણ-૩ । આપ્ટે સંઘના સક્રિય કાર્યકર્તા બની ગયા. થોડા સમય પછી સંઘ કાર્યાલય એમનું ઘર બની ગયું.

યાદવરાવને સંઘજીવનનો પહેલો ગણવેશ બાબાસાહેબે જ બનાવી આપ્યો હતો...

પ્રકરણ ૨ | ...અને ઉમાકાન્તે આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો

આપ્ટે માસ્તરે શાંતિથી કહ્યું, ‘સાહેબ ! મને માફ કરો. તમે મારા કરતાં મોટા છો. તમારું અપમાન કરવાની મારી લગીરેય કલ્પના નથી, છતાંય કહું છું કે જે શાળામાં લોકમાન્ય ટિળક જેવા મહાન દેશભક્તનું નામ લેવાની પણ મનાઈ હોય એ શાળામાં એક પળ પણ રહેવાની મારી પોતાની ઇચ્છા નથી.’ આવો સણસણતો જવાબ આપી, પોતાનું રાજીનામું આચાર્યના મેજ પર મૂકી તેઓ શાળાની બહાર ચાલ્યા ગયા...

પ્રકરણ - ૧ । મુખ્ય શિક્ષકે આખા ક્લાસ વચ્ચે ઉમાકાન્તને ઉતારી પાડતાં કહ્યું, "જોયો મોટો દેશભક્ત, આ મહાશયને લોકમાન્ય ટિળકનું ભાષણ સાંભળવા જવું છે

ખૂબ વાર વિચાર કર્યા પછી મને મારી જાત પર જ ભયંકર ગુસ્સો આવ્યો. મેં મારી પોતાની ભર્ત્સના કરી, કહ્યું, ‘આવા કમજોર મનથી શું થવાનું છે ? સાહસ ન હોય તો દેશસેવાનું કોઈ કામ થઈ શકે નહિ. જે લોકો દેશસેવા કરે છે, તેઓ સંકટોનું પણ સ્વાગત કરે છે. એનો સામનો કરે છે અને એ પછી જ એમના પગ આગળ ઊપડે છે, પણ મારામાં તો આવી લાયકાત નથી. હું નિરાશ થઈ ગયો...