પ્રકરણ – ૨૦ । મા, દરેક ઘરમાં તારા જેવી એક મા હોય, એ માતાને મારા જેવો એક પુત્ર હોય, એ માટે પ્રાર્થના કરજે
૧૧ ઑગસ્ટ, ૧૯૦૮. સવારે છ વાગ્યા. એમને લઈ જવા માટે આવી પહોંચેલા વૉર્ડન સાથે પ્રસન્ન ભાવે, દૃઢતાપૂર્વક ચાલતાં એમણે માથું ઊંચું કરીને વંદે માતરમ્ કહ્યું અને ફૂલહારની જેમ ફાંસીનો ફંદો પોતે જ પહેરી લીધો...