અનુશાસન વિશેષાંક

પાથેય । પૂ. સ્વામી વિવેકાનંદનું વિશ્વ વિજયી અનુશાસન

શારદાદેવીએ બૂમ પાડીને વિવેકાનંદજીને બોલાવ્યા. વિવેકાનંદ ઝબકીને ઉભા થયા. માએ કહ્યું, `રસોડામાંથી પેલી છરી આપ તો!'..

સર્વત્ર રાષ્ટ્રીય અનુશાસન સાથે સમન્વય સાધવો એ આજનો યુગધર્મ છે.

એક સરસ ગીતની પંક્તિ હતી- तुम करो राष्ट्र आराधन પણ સંઘે માત્ર નાનો ફેરફાર કર્યો- ‘तुम करो’ના બદલે ‘हम करे’ ગીતરચનાના અનુશાસનમાં રાષ્ટ્રીય અનુશાસન ભળે એટલે આવું પરિવર્તન આવે...

અનુશાસનના આકાશમાં રાજા રામનો ઝળહળતો સૂર્ય

વિચારના વિહારમાં, અનુશાસનના આકાશમાં ફરવું હશે તો શ્રી રામ પ્રથમ અને પ્રખર મુકામ છે...

`અમે ભારતવાસીઓ...' અનુશાસનની ઓળખ..!

We, the People એમ કહીએ છીએ, ત્યારે આપણે આપણી દશ હજાર વર્ષ જૂની સંસ્કૃતિનો ઉદઘોષ કરીએ છીએ. ઓળખના આ કોલાહલમાં દરેક વ્યક્તિ પોતાના સંકલ્પનો એક એવો દીપ પ્રજ્વલિત કરે તો ૨૦૪૭ સુધીમાં ભારત વિશ્વની એક મહાસત્તા હશે, વિશ્વગુરુ હશે, એમાં કોઈ શંકા નથી. जयतु भारतम् । राष्ट्राय स्वाहा, इदम् न मम ।।..

શાસન નહીં અનુશાસન શ્રેષ્ઠ છે કારણ કે, શાસન તો પછીથી આવ્યું

શાસનવ્યવસ્થા કાયદાપોથીમાં બતાવેલા નિયમો મુજબ ચાલે છે, જ્યારે અનુશાસન લોકોના મન-મસ્તિષ્કમાં દૃઢ થયેલા સંસ્કારોમાંથી પ્રગટ થાય છે...

મહાન પ્રતિભાઓ આળસમાં ખોવાઈ જાય છે, સરેરાશ લોકો અનુશાસનથી જીતી શકે છે !

દુનિયામાં આપણાથી વધુ પ્રતિભાશાળી, વધુ સુંદર, વધુ હોશિયાર, વધુ ચાલાક, વધુ ક્રિએટિવ, વધુ પૈસાદાર, વધુ પહોંચ કે વગવાળા, વધુ સ્માર્ટ, વધુ ભણેલા હજારો-લાખો લોકો હશે. એને એમ બીટ નહિ જ કરી શકાય. પણ એક બાબત માત્ર આપણા હાથમાં હોવાની. આપણે વધુ મહેનત તો કરી જ શકીએ. ..

અનુશાસન : ક્રાંતિથી નહીં, સંક્રાંતિથી...

આપણે સૌ જાણીએ છીએ કે શિસ્ત લાવવી સહેલી છે, પણ અનુશાસન લાવવું એ મુશ્કેલ છે અને લાંબી પ્રક્રિયા છે, કારણ કે અનુશાસન માટે વ્યક્તિ વ્યક્તિનું, સમાજનું મન બને એ જરૂરી છે અને સ્વેચ્છાએ નિયમ-રિવાજ-કાયદાનો સ્વીકાર કરે અને પાલન પણ કરે તે જરૂરી છે...

આજના મહાભારતનું અનુશાસન પર્વ

મહાભારતના રચયિતા વેદ વ્યાસે ૧૩મા પર્વને `અનુશાસન પર્વ' નામ આપ્યું છે. આ પર્વના કુલ ૧૫૪ અધ્યાયના સેંકડો શ્લોક આજે પણ કેટલા બધા રિલેવન્ટ છે તે દર્શાવવાનો આ એક નાનકડો પ્રયાસ છે. ..

અનુશીલન સમિતિથી અનુશાસિત RSS સુધીની યાત્રા

બધા સ્વાર્થથી ઉપર ઊઠીને- सर्वे भवन्तु सुखिनः सर्वे संतु निरामयाःની ભાવનાના આધારે સંઘના શતાબ્દી વર્ષમાં સંઘના સક્રિય સ્વયંસેવકો સમયની સપ્તશક્તિ અને સમાજની સજ્જનશક્તિના આધારે સંઘકાર્યમાં આગળ વધવા માટે ઈશ્વર બધાને શક્તિ આપે અને આપણે બધા સ્વીકારીને આગળ વધી રહ્યા છે, સૌ એક જ માર્ગે આગળ વધી રહ્યા છે, આ માર્ગ છે અનુશાસનનો......

અનુશાસિત સંઘનું પ્રેરક પ્રતિનિધિત્વ | શ્રી ગુરુજી દ્વારા અનુશાસન પર કહેવાયેલી વાતો

કૃત્રિમ અનુશાસન સુકાયેલ વૃક્ષની ડાળખી સમાન નિષ્પ્રાણ અને તૂટી જાય તેવો હોય છે. જીવમાન, ચૈતન્યમય વ્યક્તિની સ્વેચ્છાએ સ્વીકૃતિ અને સમષ્ટિરૂપ અહંકારથી જ ઓતપ્રોત અનુશાસન જ સંગઠિત રૂપે ઊભું રહી શકે છે, તે જ ચિરંજીવી હોય છે, જે અમૃતરસથી ભરેલું છે, કારણ કે તેને મારવાની શક્તિ જગતમાં કોઈની પાસે નથી...

અનુશાસનના પ્લેટફોર્મ પર પહોંચતાં હજુ કેટલાં વર્ષો લાગશે?

આપણે જ સૌથી પહેલાં તો આપણા દેશ અને તેની જાહેર મિલકતો પ્રત્યે આદર કેળવતાં શીખવું પડશે તથા તમામ સ્તરે અનુશાસનમાં રહેતાં શીખવું પડશે...

સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનુશાસનઃ જેના કારણે અદ્ભુત ઇતિહાસ રચાયો

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનુશાસન નિર્ણાયક હતું, કારણ કે અનુશાસનનો અર્થ તેમને માટે માત્ર શિસ્ત નહોતો, પ્રતિબદ્ધતા, ત્યાગ અને સમર્પણનો ભાવ હતો...

વૈદિક અનુશાસન તો રાષ્ટ્રની ધરોહર છે !

રામ-રાજ્ય' તરીકે જેની આપણે પ્રશંસા કરીએ છીએ એના પાયામાં આ વૈદિક ઋષિઓના અનુશાસનની જ કેળવણી છે! ..

ડો. બાબાસાહેબ આંબેડકર અને અનુશાસન

ડો. બાબાસાહેબ આંબેડકર ૧૯ ઓગસ્ટ, ૧૯૩૯ના રોજ પૂનાની ભાવે સ્કુલમાં ચાલતા રાષ્ટીય સ્વયંસેવક સંઘના શિબિરમાં આવ્યા ત્યારે ડો. હેડગેવારની ઉપસ્થિતિમાં એમણે જે વ્યાખ્યાન આપેલું એનો વિષય પણ `લશ્કરી અનુશાસન અને સંગઠન' હતો...

વૈશ્વિક અનુશાસનથી જ પર્યાવરણ સુરક્ષિત બનશે....

આવો આજે આપણે સૌ ભેગા મળીને વિકાસ અને પર્યાવરણનો સમનવ્ય સાધીએ. જરૂરી પરિવર્તન આવકારીએ. પરંતુ બધું જ અનુશાસનપૂર્વક. આપણે પર્યાવરણને બચાવવાનો સંકલ્પ કરીએ, અને એનાથી મોટો સંકલ્પ એ લઈએ કે એ સંકલ્પને અનુશાસનપૂર્વક વળગી રહીને પૂર્ણ કરીશું...

સંઘ એ સંઘ છે, કારણ કે તે સામૂહિક અનુશાસનનું મૂર્ત રૂપ છે

આજના જમાનામાં પણ સંઘે કોઈ નીતિ-નિયમો બનાવેલા નથી, માત્ર અનુશાસનના આધારે જ સંઘ, સંઘ તરીકે (પ્ર)ગતિમાન છે...

ભાષામાં અનુશાસનનું મહત્ત્વ | ભાષા અનુશાસનનું ઉત્તમ ઉદાહરણ ફ્રેંચ ભાષા છે કેમ કે…

ભાષા અનુશાસનનું ઉત્તમ ઉદાહરણ ફ્રેંચ ભાષા છે. ફ્રાન્સમાં કોઈને ફ્રેંચ ભાષામાં ભૂલો કરવાની છૂટ નથી, એ દંડનીય અપરાધ છે. એવું જ બીજું ઉદાહરણ ઇઝરાયેલની હિબ્રૂ ભાષાનું છે. એક વખતની કર્મકાંડ પૂરતી સીમિત હિબ્રૂ ભાષાને એમણે લોક-વ્યવહારની ભાષા બનાવી દીધી.....

સંવિધાન દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ અનુશાસન । `રામરાજય' માટે બંધારણમાં અનુશાસન તે જ એકમાત્ર ઉપાય છે

અનુશાસનથી ભારતના નાગરિકો, સમાજ, સંસ્થાઓને પોતાનો વિકાસ કરવાની તક મળી રહી છે, જેમાં જ્યાં અનુશાસનનો અભાવ છે ત્યાં તેમની વિરુદ્ધ પણ પરિણામો મળી રહ્યાં છે, જેથી બંધારણમાં અનુશાસન તે જ એક માત્ર ઉપાય છે. ..

પ્રભુ શ્રીરામનું અનુશાસન | અનુશાસિત જીવન થકી જ આપણને જ્ઞાન અને ધ્યેયની પ્રાપ્તિ થાય છે.

રામાયણનું વચન છે કે, અનુશાસન તથા મર્યાદાનું પાલન કરીને સારા વ્યક્તિ બની શકાય છે અને એ જ પ્રભુ શ્રીરામે આપણને પોતાના જીવન થકી જીવી બતાવ્યું છે,..

મહાભારતનું અનુશાસન પર્વ અને ભારતનું શાસન પર્વ

અનુશાસનના બે પ્રકાર જોવા મળે છે. આંતરિક અનુશાસન અને બાહ્ય અનુશાસન. આંતરિક અનુશાસન એટલે સ્વ-નિયંત્રણ-સ્વયંઅનુશાસન. જ્યારે બાહ્ય અનુશાસન એટલે કોઈના કહેવાથી અથવા કોઈ નિયમને અનુસરીને કરવામાં આવતું વર્તન. જેમાં વ્યક્તિનો અણગમો ભળેલો હોય છે. ..

દેશની પ્રગતિ માટે આર્થિક અનુશાસન જરૂરી

જો સાચા અર્થમાં આર્થિક વિકાસ કરવો હશે અને દેશની પ્રગતિ જોવી હશે તો ભારતના દરેક નાગરિકે આર્થિક અનુશાસન જાળવવું પડશે...

સ્વાતંત્ર્ય પૂર્વના દેશી રાજવીઓનું પ્રેરક અનુશાસન

મહાન રાષ્ટ્રયજ્ઞમાં અપૂર્વ આહુતિ આપનાર એ સઘળાં સુસંસ્કારી-સુશીલ-પુણ્યશ્લોક રાજવીઓનું પ્રદાન અનન્ય રહ્યું છે. ..

અથ યોગાનુશાસનમ્ । જીવનદર્શનને પામવું, એને સાદી ભાષામાં `નરથી નારાયણની યાત્રા' કહી શકીએ.

વ્યક્તિગત અનુશાસન અંતર્ગત પાંચ નિયમ આપેલા છે- શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વર પ્રણીધાન અને સામૂહિક અનુશાસન અંતર્ગત પાંચ યમ છે યમ, સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ...