ગ્લોબલ વોર્મિંગ : સમસ્યા અને સમાધાન
ઋગ્વેદની એક ઋચા અનુસાર ‘આકાશ અને પૃથ્વી અમને આશીર્વાદ આપો, વાતાવરણ અમારા માટે બક્ષિસપ હો, સ્વર્ગમાં રહેતા વિજયી એવા ઈશ્ર્વરની અમારા ઉપર કૃપા હો.’ માનવજીવન અને પ્રકૃતિનો આવો સંબંધ આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. પર્વતને પિતા, નદીને માતાનો દરજ્જો તેમજ દરેક છોડમાં રણછોડ છે, આવો પ્રકૃતિપ્રેમ અને માનવજીવનનો ધબકાર આપણા દેશના પ્રાચીન ઇતિહાસમાં જોવા મળે છે. ૬૦ના દાયકાથી સમગ્ર વિશ્ર્વમાં પર્યાવરણ સુરક્ષા અંગે ચિંતા શ થઈ છે. પ્રદૂષણ, પશુ અને અન્ય વન્ય તેમજ દરિયાઈ સૃષ્ટિનો થઈ રહેલ નાશ, જોખમી રસાયણોનો ઉપયોગ, ..