મહાભારતની ચરિત્રકથાઓ

ઘટોત્કચ | મહાભારતના યુદ્ધમાં કર્ણને અમોઘ શક્તિના પ્રયોગ માટે વિવશ કરનાર ભીમસેનપુત્ર વીર યોદ્ધો

મહાબલી ઘટોત્કચ પાસે દિવ્ય, રાક્ષસી અને આસુરી - એમ ત્રણ પ્રકારનાં અસ્ત્રો છે. તેથી તે અવશ્ય કર્ણ પર યુદ્ધમાં વિજયી થશે.’..

મહાભારતની ચરિત્રકથાઓના અજવાળે દિવાળી અને નૂતન વર્ષને આવકારીએ !

ભારત ઉત્સવપ્રિય દેશ છે. ગુજરાત માટે તો દિવાળી અને નૂતનવર્ષ એ સૌથી મોટો તહેવાર. દિવાળી એ ઉંબરો છે જ્યાંથી વીતેલું વર્ષ અને આવનારા વર્ષને જોઈ શકાય છે...

મહર્ષિ વેદવ્યાસ : મત્સ્ય કન્યા સત્યવતી અને ઋષિ પરાશરના પુત્ર અને મહાભારતના રચયિતા

પરાશર મુનિ - મહાભારત યુગના વિખ્યાત ગુરુઓમાંથી એક ગુરુ હતા. પરાશર ઋષિ પાસે જ્ઞાનનો ભંડાર હતો. સત્યવતી એક માછીમારની પુત્રી હતી. જે લોકોને નાવથી નદી પાર કરાવવામાં મદદ કરતી હતી...

શ્રીકૃષ્ણ : વાસુદેવ અને દેવકીનું સંતાન, યુદ્ધના મેદાનમાં ગીતા ઉપદેશ આપનાર અને જેમની યુદ્ધનીતિએ મહાભારત યુદ્ધની દિશા બદલી નાખી તેવા ભગવાન શ્રીકૃષ્ણ

કૃષ્ણને પણ એ જ ગમે. કૃષ્ણના એકાદ પ્રસંગને આલેખવા બેસીએ તો પણ આકાશ જેટલું આલેખન થાય ત્યારે એના સમગ્ર જીવનને તો કેમ કરી આલેખી શકીએ ? કૃષ્ણની અપ્રતિમ લોકચાહનાના કારણમાં એમની માનવસહજતા છે. જગતમાં કૃષ્ણ જેવી વર્સેટાલિટી અને વન્ડરનેસ ક્યાંય જોવા નહીં મળે. આપણી બધી કલ્પનાઓ પૂરી થાય અને વિચારો અટકી જાય ત્યાંથી કૃષ્ણની વિચારધારા શરૂ‚ થાય છે...

ભીષ્મ : માતા ગંગાના પુત્ર, આજીવન બ્રહ્મચારી, ઇચ્છામૃત્યુધારી અને મક્કમતાના પર્યાય સમાન મહાભારતના પિતામહ

ગંગાપુત્ર ભીષ્મ એટલે મક્કમ મનોબળ ધરાવતા યોદ્ધા કે જેમને શ્રીવિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામ પણ યુદ્ધમાં હરાવી નહોતા શક્યા. અડગ બ્રહ્મચર્યના પ્રભાવથી તે દેવો જેવા દેદીપ્યમાન દેખાતા, એટલે દેવવ્રત તરીકે ઓળખાયા...

શાંતનુ : એક ભૂલને લીધે પૃથ્વી પર જન્મ લેનાર કુરુવંશના પ્રતાપી રાજા અને જેમના કારણે મહાભારત રચાયું

શાંતનુ એવું પાત્ર છે જેના વિશે એવું કહી શકાય કે તેના કારણે મહાભારત રચાયું. શાંતનુ રાજા કુરુવંશી અથવા ચંદ્રવશી હતા...

ધૃતરાષ્ટ્ર : માતાના દોષને કારણે જન્માંધ, દશ હજાર હાથીઓનું બળ ધરાવનાર, પુત્રમોહવશ મહાભારતના યુદ્ધના લાચાર સાક્ષી

મહાભારત એ આ લોકનો ગ્રંથ છે. તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય પુરુષાર્થની વાતો સંતુલિત રીતે વર્ણવવામાં આવી છે. અહીં આપણે ધૃતરાષ્ટ્રને જાણવા, સમજવાનો પ્રયત્ન કરીશું...

પાંડુરાજા : કામક્રીડામાં રત મૃગયુગલનો અજાણતાં વધ કર્યો, શાપ મળ્યો. અંતે માદ્રી સાથે સાહચર્ય કેળવવા જતાં મૃત્યુને ભેટ્યા તે પાંડુરાજા

પાંડવોના પિતા પાંડુ હસ્તિનાપુરના રાજા વિચિત્રવીર્ય તથા અંબાલિકાના પુત્ર હતા પણ તેમના સાચા પિતા વેદ વ્યાસ હતા. પાંડુનાં માતા અંબાલિકા કાશીના રાજવીનાં સૌથી નાનાં પુત્રી હતાં...

ભીમ : પાંડવોના સુરક્ષા કવચ સમાન, ૧૦ હજાર હાથીઓનું બળ ધરાવનારો ૧૦૦ કૌરવોને હણનાર યોદ્ધો

ભીમનો જન્મ વાયુદેવના અંશથી થયો હતો. વનવાસ દરમિયાન પાંડુએ જ્યારે કુંતી પાસે મંત્રો દ્વારા પુત્રો પ્રાપ્ત કરવાની વાત કરી ત્યારે કુંતીએ પ્રથમ યુધિષ્ઠિરને જન્મ આપ્યો...

અર્જુન : શ્રીકૃષ્ણ જેવા પરમસખા અને સારથિ ધરાવતા, યુદ્ધ વચ્ચે કુરુક્ષેત્રમાં ગીતાજ્ઞાન શ્રવણ કરનાર

ભગવાન શ્રીકૃષ્ણે જેને કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં ગીતાનો ઉપદેશ આપ્યો હતો તે અર્જુન મહાભારતનું એક પરાક્રમી પાત્ર છે. શ્રીકૃષ્ણ જેના સારથિ બનાવવામાં ગૌરવ અનુભવતા એવા અર્જુન માટે ગાંડિવધારી, કૌન્તેય, પાર્થ જેવાં અનેક ઉપનામો છે. પાંડુરાજાના પાંચ પુત્રોમાં અર્જુનની ગણના યુદ્ધકૌશલ્યમાં પ્રવીણ બાણાવળી તરીકે થાય છે...

ગાંધારી : કૌરવોની માતા અને મહાભારતનું સૌથી ઓજસ્વી પાત્ર

 ભારતીય સંસ્કૃતિનું મહાકાવ્ય એટલે ભગવાન વેદવ્યાસ રચિત મહાભારત. અનેક ચડાવ-ઉતારમાંથી પસાર થતા મહાભારતના કથાનકને ચોટદાર અને ખરા અર્થમાં ક્લાઇમેક્સ કહી શકાય એવો એક પ્રસંગ એટલે સો કૌરવપુત્રોની માતા ગાંધારીનો શાપ. મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણને નિર્વંશ હોવાનો અભિશાપ આપી શકે એવું સમર્થ પાત્ર ગાંધારીનું છે. હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારી મહાભારતનું સૌથી ઓજસ્વી પાત્ર છે. તે પૂર્ણ પુરુષોત્તમને શાપ આપ્યા પછી પણ નિષ્કલંક રહી શકી છે! કૌરવોની માતા ગાંધારી મહાભારતનું સૌથી તેજતર્રાર અને ..

કુંતી : વાસુદેવના બહેન, કૃષ્ણ ભગવાનના ફુઈ

 યદુવંશના રાજા સુરસેન તેમના પિતા હતા અને તેમનું નામ પૃથા પાડવામાં આવ્યું હતું. આમ તે શ્રીકૃષ્ણના પિતા વસુદેવની બહેન હતી. રાજા સુરસેને તેમના મિત્ર રાજા કુંતીભોજ કે જે નિ:સંતાન હતાં તેમને દત્તક આપી હતી માટે તે પાછળથી કુંતી તરીકે ઓળખાઈ. તેના આગમન પછી કુંતીભોજને બાળકો જન્મ્યાં. તે કુંતીને તેમના સદ્ભાગ્યનું કારણ માનતા અને લગ્નપર્યંત તેની સંભાળ રાખી. જ્યારે કુંતી નાની હતી ત્યારે દુર્વાસા ઋષિ રાજા કુંતીભોજને ત્યાં આવી ચડ્યાં. કુંતીએ તેમની ખરા મનથી સેવાચાકરી કરી. તેની સેવાથી પ્રસન્ન થઈને દુર્વાસા ..

માદ્રી : સપત્નીની સહાયથી માતૃત્વ અને પતિને મળેલા સાપથી મૃત્યુ પ્રાપ્ત કરનારી

 મહાભારતમાં ત્રિકાળજ્ઞાની ગણાતા સહદેવ અને વરણાગી ગણાતા નકુલની માતા એટલે માદ્રી. કુરુવંશના સામ્રાજ્ય હસ્તિનાપુરની પૂર્વોત્તર સીમાએ આવેલા વિશાળ સામ્રાજ્ય મદ્ર દેશના સમ્રાટ શલ્યની બહેન એટલે માદ્રી. આજના પંજાબ, હરિયાણા રાજ્યોથી લઈને ભારતની પૂર્વોત્તર દિશામાં આવેલી હિન્દુકુશ પર્વતમાળા સુધી આ મદ્ર સામ્રાજ્ય વિસ્તરેલું હતું. સમ્રાટ શલ્ય અત્યંત પરાક્રમી મહારથી હતા, તો માદ્રી પણ સર્વગુણસંપન્ન રાજકુમારી હતી. પાંડુ અત્યંત પરાક્રમી સમ્રાટ હતા. હસ્તિનાપુરનું સિંહાસન સંભાળ્યા પછી તેમણે સિંધુ, કાશી, અંગ, ..

દ્રોણ : અજેય અને પ્રતાપી યુદ્ધ વિશારદ

  મહાન ઋષિ ભારદ્વાજ મુનિના પુત્ર દ્રોણના નામની કથા પણ રોચક છે. દ્રોણના ગર્ભનું ફલન ‘દ્રોણ’માં થયું હોવાથી આ બાળકનું નામ દ્રોણ રાખવામાં આવ્યું. દ્રોણ એ ખાખરાના પાનમાંથી બનતા પડિયા માટેનો સંસ્કૃત શબ્દ છે. પડિયા-દ્રોણમાં ભારદ્વાજના વીર્ય અને એક અપ્સરાના અંડનું ફલન થવાથી દ્રોણનો જન્મ થયો હતો. દ્રોણના પિતાજી ભારદ્વાજ મુનિ તે સમયના વિદ્વાન આચાર્ય ગણાતા હોવાથી વિશ્ર્વભરના રાજાઓ તેમના સંતાનોને ભારદ્વાજ મુનિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલતા. તેમના ગુરુકુળ આશ્રમમાં પાંચાલ રાજ્યના રાજકુમાર ..

કર્ણ : કુંતીનો પહેલો પુત્ર

 કર્ણ એટલે ઓળખની અસમંજસમાં અટવાયેલું મહાભારતનું મહાન પાત્ર. કર્ણ આજીવન ન કૌંતેય હોવાનું સુખ માણી શક્યો, ન રાધેય હોવાનો સંતોષ પામી શક્યો, ન અંગરાજ તરીકે રાજીખુશીથી રાજ ભોગવી શક્યો, ન અગ્રજ પાંડવ તરીકે પ્રસ્થાપિત થઈ શક્યો. કર્ણ હંમેશાં સૂતપુત્ર તરીકે અપમાનિત થતો રહ્યો અને સૂર્યપુત્ર તરીકે ભાગ્યે જ તે સન્માન પામ્યો. દુર્યોધનના દોસ્ત તરીકેની ઓળખ પણ એટલી ઘટ્ટ બની ગયેલી છે. પરશુરામ સરીખા ગુરુનો શિષ્ય અને પરાક્રમી હોવા છતાં તેણે આખરે પરાજય જ ભોગવવો પડ્યો હતો. કર્ણને દુર્યોધનના કુસંગ ઉપરાંત સતત નડતું ..

નકુલ : પાંચ પાંડવોમાંનો એક ભાઈ, શ્રેષ્ઠ તલવારબાજ, ભરવરસાદમાં પણ ભીંજાયા વગર ઘોડેસવારી કરી જાણનાર

નકુલ પાંડુપત્ની માદ્રીના જોડિયા પુત્રોમાં મોટા પુત્ર છે. પાંડુને મળેલા શાપથી પુત્રપ્રાપ્તિ માટે અશક્ત બનેલ પાંડુએ પ્રથમ કુંતીને પુત્રપ્રાપ્તિ મંત્ર થકી સંતાન ઉત્પન્ન કરવાનું કહ્યું. આ દરમિયાન માદ્રી પણ માતૃત્વથી વંચિત ન રહે તે માટે પાંડુએ કુંતીને માદ્રીને પણ એ મંત્ર શીખવવાનો આગ્રહ કર્યો ત્યારે કુંતીએ કહ્યું, મને મળેલ મંત્ર હું કોઈને શીખવી તો ન શકું, પરંતુ હું મંત્ર ઉચ્ચારું અને માદ્રી ઇચ્છિત દેવતાનું સ્મરણ કરે તો તે માતા જરૂ‚રથી બની શકે...

દુર્યોધન : ધુતરાષ્ટ્રનો મોટો પુત્ર, કૌરવસેનાનો સેનાપતિ

  મહાભારતની કથાઓમાં સહુથી વધુ વગોવાયેલ પાત્ર એટલે દુર્યોધન. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું પ્રથમ સંતાન અને કૌરવોમાં સહુથી મોટો ભાઈ એટલે દુર્યોધન. એ હસ્તિનાપુરની ગાદીનો ન્યાયિક વારસદાર અને હકદાર હતો. તેના જન્મ પહેલાંથી જ હસ્તિનાપુરની ગાદીના વારસ તરીકે ધૃતરાષ્ટ્રના આ પુત્રજન્મની તેનાં માતા-પિતા અત્યંત આતુરતાથી વાટ જોતા હતા. દુર્યોધનનો જન્મ થતાં જ્યારે ગાંધારીએ રાજજ્યોતિષીને તેડાવ્યા ત્યારે જ તેમણે ભવિષ્યવાણી કરી હતી કે તમારો આ પુત્ર કુરુકુળનો નાશ કરશે, તે પોતાના ભાઈઓ સાથે કાવાદાવા ખેલશે, ભાઈઓનો ..

દુ:શાસન : દુર્યોધનનો ભાઈ

 મહાભારતમાં દુ:શાસનની જન્મકથા કૌરવોના જન્મ સાથે જોડાયેલ છે. પોતાની અપાર સેવાથી પ્રસન્ન થઈ મહર્ષિ વેદ વ્યાસ ગાંધારીને સો પુત્રોનું વરદાન આપે છે. અને સમય જતાં ગાંધારીને સો પુત્રો અને એક પુત્રી થાય છે. આમાંનો બીજા નંબરનો પુત્ર એટલે દુ:શાસન. પાંડુપુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રોને ગુરુદ્રોણ યુદ્ધકળામાં નિપુણ બનાવે છે. જેમાં દુ:શાસનની વિદ્યાગ્રહણની પદ્ધતિ કંઈક વિશેષ જણાતી હતી. તે હંમેશા દુર્યોધનને સાથે રાખતો. પાંડવો કરતાં કૌરવો કઈ રીતે બળવાન બને તેની ચિંતામાં જ રહેતો. ગુરુકુળ આશ્રમમાં સર્વે વિદ્યા ..

સહદેવ : પાંડુરાજા અને માદ્રીનો ત્રિકાળ જ્ઞાની, યુદ્ધમાં શકુનિ અને તેના પુત્રનો સંહાર કરનાર મહાભારતનો શાંત યોદ્ધો

સહદેવનો શાબ્દિક અર્થ થાય છે સહસ્ર દેવતા. દેવતા જેવું તેજ અને જ્ઞાન ધરાવતો સહદેવ પાંડુરાજાની બીજી પત્ની માદ્રીનું સંતાન હતો. મહાભારતની કથામાં આપણે જાણ્યું છે કે પાંડુરાજાને શાપ હતો કે તેઓ સ્ત્રી સાથે સહવાસ માણશે તો તત્કાળ મૃત્યુ પામશે. ..

શકુનિ : ગાંધાર નરેશ

  મહાભારતના રચયિતા શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ ગાંધારનરેશ સુબલના પુત્ર શકુનિનું પાત્ર કૌરવોના મામા તરીકેની ભૂમિકામાં મુખ્ય સ્વરૂપે વર્ણવ્યું છે. શકુનિનો કાયમ માટે હસ્તિનાપુરમાં નિવાસ કરવામાં બહેન ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થાય છે, જે મુખ્ય નિમિત્ત છે. મહાભારતના ખલનાયકોમાં શકુનિ મોખરે છે. દેવવ્રત ભીષ્મ કુરુવંશ, કુરુજાંગલ દેશ અને કુરુક્ષેત્ર ત્રણેની ઉન્નતિ માટે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનાં લગ્ન કરાવે છે. પાંડુના લગ્ન કુંતીભોજની પુત્રી કુંતી સાથે તથા વિદુરના લગ્ન રાજા દેવકને ત્યાં ..

અશ્ર્વત્થામા : જન્મતાની સાથે અશ્વ જેવો અવાજ કરનાર

  એવું કહેવાય છે જે મહાભારતમાં નથી એ વિશ્ર્વમાં બીજે ક્યાંય નથી. કથા અને ઉપકથાઓમાં વહેતા મહાભારતમાં અનેક પાત્રો છે. દરેક પાત્રના પોતાના રંગ છે. એ રંગ સ્પષ્ટ કળી શકાય એવું ના પણ બને. મહાભારતનાં પાત્રો અજબ-ગજબ છે. સીધાં લાગતાં પાત્રો છે તો સામેવાળાને સીધાં કરી નાખતાં પાત્રો પણ છે. શક્તિ અને આસક્તિના ત્રાજવે ઝૂલતાં પાત્રો છે તો સ્નેહ અને કુનેહ સાથે સમન્વય કરતાં પાત્રો પણ છે. આવું જ એક પાત્ર છે : અશ્ર્વત્થામા.અશ્ર્વત્થામા અનેક રીતે વિરલ પાત્ર છે. અશ્ર્વત્થામા, બલિ રાજા, વેદ વ્યાસ, શ્રી ..

દ્રૌપદી : પાંચાલનરેશ દ્રુપદની પુત્રી, મહાભારતનું સર્વગુણસંપન્ન સ્ત્રીરત્ન

મહાભારતના આદિપર્વમાં દ્રૌપદીના જન્મની કથા છે. લાક્ષાગૃહમાંથી પાંડવો હિડિમ્બા વનને પસાર કરી એકચક્રા નગરીમાં આવે છે. તેમના ગુણોથી નગરવાસીઓ પણ પ્રભાવિત થાય છે. તેઓ એક સદાચારી બ્રાહ્મણને ત્યાં આશરો લે છે. આ ક્ષેત્રમાં બકાસુર નામનો રાક્ષસ ઘર દીઠ એક માનવભક્ષણ કરતો હતો...

શિશુપાલ : 100મી ગાળે વધ

 શિશુપાલ કૃષ્ણની ફોઈનો પુત્ર હતો. જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે તેને ત્રણ નેત્ર તથા ચાર ભુજાઓ હતી. તે ગધેડાની જેમ રડી રહ્યો હતો. માતા-પિતા તેનાથી ડરીને તેનો પરિત્યાગ કરી દેવા માંગતાં હતાં, પરંતુ ત્યારે આકાશવાણી થઈ કે બાળક બહુ વીર થશે તથા તેના મૃત્યુનું કારણ તે વ્યક્તિ હશે જેના ખોળામાં જવાથી બાળક પોતાના ભાલ સ્થિત નેત્ર તથા બે ભુજાઓનો પરિત્યાગ કરશે.આ આકાશવાણી અને તેના જન્મના વિષયમાં જાણીને અનેક વીર રાજા તેને જોવા આવ્યા હતા. શિશુપાલના પિતાએ તમામ વીરો અને રાજાઓના ખોળામાં બાળક આપ્યું. અંતમાં ..

વિકર્ણ : ધર્મને પડખે રહેનાર કૌરવ

 વિકર્ણ એ મહાભારત યુદ્ધમાં સામેલ એકમાત્ર કૌરવ હતો જે આજીવન ધર્મની પડખે રહ્યો હતો. વિકર્ણ એ દુર્યોધન દુ:શાસન બાદ ત્રીજા નંબરનો કૌરવ હતો. વિકર્ણની અસ્ત્ર-શસ્ત્રની શિક્ષા કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને ભીષ્મપિતામાહની દેખરેખમાં થઈ હતી. ભગવદ્ગીતા મુજબ કૌરવસેનામાં કર્ણ અને અશ્ર્વત્થામા બાદ જો કોઈ ધર્નુધર હોય તો વિકર્ણ હતો. ચોપાટની રમત દરમિયાન પાંડવો દ્રૌપદીને હારી જાય છે અને દુર્યોધન પોતાનો બદલો લેવા માટે તેનું ભરીસભામાં વસ્ત્રહરણ કરવાનો આદેશ આપે છે. ત્યારે સભામાં માત્ર એક વિકર્ણ જ હોય છે જે ..

બલરામ : કૃષ્ણના મોટાભાઈ

  બલરામ યદુવંશના કુશળ સંગઠક અને પરાક્રમી યોદ્ધા હતા. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ અને શેષનાગના અવતાર હતા. યદુવંશના કુલગુરુ ગર્ગાચાર્યે નંદબાબાને ઘરે ગુપ્ત રીતે બંને ભાઈઓની નામકરણ વિધિ કરી હતી તેનું કારણ એટલું જ હતું કે કંસને જો ખબર પડે તો ત્યારે અનર્થ થઈ શકે તેમ હતો. અસીમ બળ અને ગુણોને લઈ મોટાભાઈનું નામ બલરામ પાડવામાં આવ્યું, જેનું બીજું નામ રોહિણૈય પણ રાખ્યું કારણ કે તે રોહિણીનો પુત્ર હતો. કૃષ્ણ તેને હંમેશા દાઉ કહીને બોલાવતા. એકવાર બલરામ અને શ્રીકૃષ્ણ વનમાં ગાયો ચરાવતા હતા ત્યારે ..

જરાસંધ : શ્રી કૃષ્ણનો શક્તિશાળી શત્રુ

  મહાભારત અનુસાર જરાસંધ નામનો એક રાજા હતો. તે ઘણો શક્તિશાળી હતો. જરાસંધે ઘણા બળવાન રાજાઓ સાથે યુદ્ધ કર્યું હતું અને બધા રાજાઓને એણે ઘણી સરળતાથી હરાવ્યા હતા. મહાભારતમાં જરાસંધનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે, તે એક શક્તિશાળી રાજા હતો અને એણે મગધ (બિહાર)માં ઘણાં વર્ષો સુધી રાજ કર્યું હતું. આ દરમિયાન એણે ઘણાં બધાં યુદ્ધ કર્યાં હતાં અને એ યુદ્ધ સરળતાથી જીતી લીધાં હતાં. એવામાં એકવાર જરાસંધનો સામનો શ્રીકૃષ્ણ અને એમના ભાઈ બલરામ સાથે થયો. શ્રીકૃષ્ણ અને બલરામને ખબર હતી કે જરાસંધ એમના કરતાં વધારે ..

વિદુર : વિદુરનીતિના જનક

  ચિત્રાંગદ અને વિચિત્રવીર્યના અવસાન બાદ હસ્તિનાપુરની ગાદીના વંશ માટે સત્યવતીએ ભીષ્મને બોલાવી કહ્યું, ‘બેટા ભીષ્મ ! હવે ધર્મપરાયણ પિતાનું પિંડદાન, સુયશ અને હસ્તિનાપુરના વંશની રક્ષાનો ભાર તારા પર જ છે. તારો ભાઈ વિચિત્રવીર્ય આ લોકમાંથી સંતાનહીન અવસ્થામાં પરલોકવાસી થઈ ગયો છે. તું કાશીરાજની પુત્રકામિની ક્ધયાઓ દ્વારા સંતાન ઉત્પન્ન કરીને હસ્તિનાપુરના વંશની રક્ષા કર. ત્યારે ભીષ્મ પોતાનાં આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા આગળ ધરી સત્યવ્રતીની ક્ષમા માંગે છે. સત્યવતીએ દેવવ્રત ભીષ્મની ‘ભીષ..

બૃહદ્રથ : તપસ્વી ચંડકૌશિકના આશીર્વાદથી જરા નામની રાક્ષસીથી રક્ષાયેલા મહાભારતના વિવાદાસ્પદ પાત્ર

  મગધ દેશમાં બૃહદ્રથ નામે મહાપરાક્રમી સમ્રાટ હતો. આ સમ્રાટ કાશીરાજની સ્વરૂપ સંપત્તિવાળી બે પુત્રીઓને પરણ્યો હતો. રાણીઓનાંય રૂપ ઓસરી ગયા. રાજાએ ઘણાં વ્રત-તપ-યજ્ઞ-હોમ કર્યા, પરંતુ પુત્રકામના ફળી નહીં. એકવાર રાજાએ સાંભળ્યું કે ગૌતમ-ગોત્રમાં ઉત્પન્ન થયેલા મહાત્મા કાક્ષીવાનના તપસ્વી પુત્ર ચંડકૌશિક એના નગરને પાદર પધાર્યા છે ત્યારે બૃહદ્રથે તેમને પુત્ર પ્રાપ્તિ માટે વિનંતી કરી. તેમણે રાજાને એક કેરી આપી અને તેમની પત્નીને ખવડાવવા કહ્યું. રાજાએ કેરી લીધી. હરખાતો હરખાતો પોતાને મહેલે પહોંચ્યો. ..

સત્યભામા : સત્યમ, શિવમ, સુન્દરમના ત્રિવેણીસંગમ સમાન ભગવાન શ્રીકૃષ્ણની સાતમી પટરાણી

  કૃષ્ણના જીવનમાં આઠનું મૂલ્ય હંમેશાં રહ્યું છે. કૃષ્ણનાં અષ્ટદર્શન હોય કે જગમંગલ કાજે આઠે દિશાઓનું પરિભ્રમણ હોય. દેવકીનું આ આઠમું સંતાન આઠ હજાર વર્ષ પછી પણ સંભવામિ યુગે યુગેની સંકલ્પના સિદ્ધ કરે છે. એમને પટરાણીઓ પણ આઠ હતી. આ પટરાણીઓમાં બટમોગરા જેવી બટકબોલી સત્યભામાનું એક આગવું અને અલાયદું સ્થાન હતું. સત્યાભામાના વિવાહની કથા સુંદર અને રોચક છે. સત્રાજીત યાદવ સૂર્યનો ભક્ત હતો અને સૂર્યદેવ તેના સ્વામી છતાં પણ પરમ મિત્ર થઈને રહ્યા હતા. સૂર્યે પ્રસન્ન થઈને તેને સ્યમંતક નામનો મણિ આપ્યો હતો. ..

રુક્મિણી : વિદર્ભ દેશના રાજા ભીસમકની દીકરી - કૃષ્ણના ધર્મપત્ની

રુક્મિણી : વિદર્ભ દેશના રાજા ભીસમકની દીકરી - કૃષ્ણના ધર્મપત્ની..

જયદ્રથ : અભિમન્યુના મૃત્યુનો બદલો લેવા અર્જુને જેને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી તે - દુર્યોધનની બહેનનો પતિ

  દુર્યોધનની બહેન દુશાલાનો પતિ જયદ્રથ સિંધુ દેશનો રાજા હતો. જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે વિવાહ કરવાનું કહે છે અને બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને તેને જીવતો પકડી પાડે છે. યુધિષ્ઠિર તેની હત્યા થતી રોકે છે પણ તેને બંદી બનાવી લે છે અને ભીમ તેનું મુંડન કરી દે છે. પોતાના આવા અપમાનનો બદલો લેવા જયદ્રથ શિવની તપસ્યા કરે છે. તેમને પ્રસન્ન કરે છે અને પાંડવોને હરાવવાનું વરદાન માગે છે. શિવજી કહે છે કે તે અશક્ય છે, પણ તેને એવું વરદાન આપે છે ..

અભિમન્યુ : માતા શુભદ્રના ગર્ભમાં જ યુદ્ધના ચક્રવ્યુહનું જ્ઞાન મેળવનાર યોદ્ધા

  મહાભારતનું અમર પાત્ર એટલે અભિમન્યુ. નાની ઉંમરમાં જ મહાભારતના ભીષણ યુદ્ધમાં લડતાં લડતાં વીરગતિ પ્રાપ્ત કરનાર અભિમન્યુ અર્જુનનો પુત્ર હતો. ભગવાન શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રા તેનાં માતા હતાં. મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે તેમ મહારાક્રમી પિતા અર્જુનનો પુત્ર પણ યુદ્ધકળામાં નિપુણ હતો. મહાભારતના યુદ્ધનો તેરમો દિવસ હતો. પાંડવોના સૈન્યની વિજયકૂચ જારી હતી. જ્યારે કૌરવસેના હત્પ્રભ બની ગઈ હતી. દુર્યોધન આકુળ-વ્યાકુળ થઈને દ્રોણાચાર્ય પાસે જઈને તેમને મહેણાં મારવાનું શરૂ કરે છે. સામે અનેક યોદ્ધાઓ સાંભળે ..

શિખંડી : ના સ્ત્રી, ના પુરુષ એવું, મહાભારતનું અનોખું પાત્ર

  જગતમાં મોત કોને ગમે... ? મૃત્યુ કરતાંયે વધુ ડર મોતના ભયનો દરેક જીવને હોય છે. મહાભારતનું આદરણીય વડીલ પાત્ર એટલે ભીષ્મ પિતામહ. આ ભીષ્મ પિતામહને ‘ઇચ્છામૃત્યુ’નું વરદાન મળેલું. આથી તેમને કોઈ મારી શકે જ નહીં. તેમની પોતાની ઇચ્છા થાય ત્યારે જ તેઓ મૃત્યુ પામી શકે. વળી, તેઓ પાછા મહાભારતના યુદ્ધમાં કૌરવોના પક્ષે રહેલા. આથી એ યુદ્ધમાં સંપૂર્ણ વિજય મેળવવો કઈ રીતે ? ભગવાન શ્રીકૃષ્ણને માટે આ એક મૂંઝવણભર્યો અને ગંભીર પ્રશ્ર્ન હતો કે, ભીષ્મને યુદ્ધમાં મારવા કઈ રીતે ? પરંતુ, એ એક સહજ બાબત ..

બર્બરિક : માત્ર એક બાણસંધાનથી સમગ્ર યુદ્ધ પૂરું કરી શકનાર મહાભારત મહાયુદ્ધનો મહાનાયક

  મહાવીર પાંડુપુત્ર ભીમસેને હિડિમ્બા રાક્ષસી સાથે લગ્ન કર્યું હતું અને તેનાથી તેમને ઘટોત્કચ નામે અત્યંત પરાક્રમી પુત્ર થયો હતો. ઘટોત્કચે ભગવાન શ્રીકૃષ્ણના આદેશથી ભૌમાસુરના નગરપાલ મુર દાનવની રૂપાળી કન્યા કામકટંકટા સાથે લગ્ન કર્યું હતું. ઘટોત્કચને મુર ક્ધયાથી બર્બરિક નામે પુત્ર થયો હતો. આ બર્બરિક યુવાન થતાં મહિસાગર સંગમ તીર્થમાં જઈ ત્રણ વર્ષ સુધી દેવીઓની ઉપાસના અને આકરુ તપ કર્યું. તેની તપસ્યાથી પ્રસન્ન થઈ દેવીઓએ બર્બરિકને પ્રત્યક્ષ દર્શન આપી ત્રણે લોકોમાં કોઈની પાસે ન હોય એવું દુર્લભ બળ અને ..

એકલવ્ય : જેને યાદવ સેનાનો સંહાર કરી હાહાકાર મચાવ્યો હતો તેવા ગુરુભક્તિના શ્રેષ્ઠ ઉદાહરણ સમાન

  મહાભારતની વાર્તા મુજબ એકલવ્ય એક ભીલ (નિષાદ)પુત્ર હતો. તેના પિતા હિરણ્યધનુ ભીલ કબીલાના રાજા હતા. એક શિકારીના પુત્ર હોવાથી એકલવ્યને બાળપણથી જ ધનુષબાણ પ્રત્યે ખૂબ જ લગાવ હતો અને તે ધનુષબાણ ચલાવવામાં માહેર થઈ ગયો હતો. એક દિવસ પુલક મુનિ એકલવ્યને વાંસના ધનુષ પર વાંસનું તીર ચલાવતાં જુએ છે અને આટલા નાના બાળકનો આત્મવિશ્ર્વાસ જોઈ અચંબિત બની જાય છે. તે તેના પિતા હિરણ્યધનુને શ્રેષ્ઠ ધર્નુધર બનાવવા માટે દ્રોણાચાર્ય પાસે લઈ જવાની સલાહ આપે છે. હિરણ્યધનુ એકલવ્યને લઈ દ્રોણાચાર્યના આશ્રમે જાય છે અને પોતાના ..

પરીક્ષિત : શ્રી કૃષ્ણની કૃપાથી જન્મનાર, જન્મ પહેલા જગતને જાણનાર, મોક્ષગતિને પામનાર, શ્રીમદ ભાગવતના ઉત્તમ શ્રોતા

 શ્રીમદ્ ભાગવતના માહાત્મ્યમાં ભાગવતકાર આ સવાલ મૂકે છે. સ્થૂળ અર્થમાં જોઈએ તો ભાગવત કથા જેને ઉદ્દેશીને કહેવાઈ છે એ રાજા પરીક્ષિત છે, જેને ઋષિના શ્રાપને લીધે સાત દિવસમાં તક્ષક નાગ દંશ દેવાનો છે. પણ સૂક્ષ્મ અર્થમાં જોઈએ તો આપણે સૌ, પરીક્ષિત જ છીએ. પરીક્ષિતનો અર્થ છે પ્રભુનાં દર્શન માટે આતુર એવો જીવ. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ર્ચિત છે એટલે કે ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે એમ તક્ષક તો કોઈનેય છોડવાનો નથી. ફર્ક માત્ર એટલો છે કે આપણને એ ખબર નથી કે ક્યારે ? જ્યારે રાજા પરીક્ષિતને ખબર હતી કે બરાબર ..

ઉત્તરા : અભિમન્યુની પત્ની

  પાંડવોના વનવાસ દરમિયાન અર્જુન બૃહન્નલા નામે ઉત્તરાને ગીત-સંગીત અને નૃત્ય શીખવી રહ્યા હતા. જ્યારે મહારાજ વિરાટને જાણ થઈ કે તેમના પુત્ર ઉત્તરે કૌરવ પક્ષના સૈન્યને હરાવી ગાયોના ધણને મુક્ત કરાવ્યું છે ત્યારે તેઓ આનંદિત થઈ ઉત્તરની પ્રશંસા કરવા લાગ્યા. આ સમયે તેમના પાસા ગોઠવવાનું કામ કરનાર યુધિષ્ઠિરે આ વિજય માટે બૃહન્નલા (અર્જુન)ની પ્રશંસા કરતાં, રાજા વિરાટે ગુસ્સામાં પોતાના પાસાનો ઘા યુધિષ્ઠિર પર કર્યો અને યુધિષ્ઠિરના નાક પર વાગતાં તેમના નાકમાંથી લોહીની ધારા ફૂટી, પરંતુ જ્યારે વિરાટને આના ત્રીજા ..

સંજયે જ તેની દિવ્યદૃષ્ટિથી મહાભારતનાં યુદ્ધની શરૂઆતથી અંત સુધીની પળે-પળ માહિતી ધૃતરાષ્ટ્રને સંભળાવી હતી.

  મહાભારતમાં સંજયનું પાત્ર અદરેકું છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં પણ સંજય મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ધૃતરાષ્ટ્રે સંજયના મુખેથી જ ગીતાનું શ્રવણ કર્યું હતું. હસ્તિનાપુરમાં ગાવાલ્ગણ નામના સૂતને ત્યાં સંજયનો જન્મ થયો હતો. જાતિથી તે વણકર હતો. તેઓની પ્રતિભાને કારણે મહર્ષિ વેદવ્યાસજીએ તેમને પોતાના શિષ્ય બનાવ્યા હતા અને ધૃતરાષ્ટ્રની રાજસભામાં સન્માનિત મંત્રીનું પદ મળ્યું હતું. સંજય એક વિનમ્ર અને ધાર્મિક સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતા હતા. સાથે સાથે સ્પષ્ટવાદી પણ હતા. તેઓ ધૃતરાષ્ટ્રના મંત્રી હોવા છતાં પણ ..

યુધિષ્ઠિર: મહાભારતનું અજાતશત્રુ તથા પરમ દયાળુ પાત્ર

યુધિષ્ઠિરનો મતલબ થાય છે યુદ્ધમ્ સ્થિરમ્ એટલે કે યુદ્ધમાં જે સ્થિર છે. જેનું મન શાંત છે અને તે તેના કાબૂમાં છે. ..