યે દેશ હૈ વીર જવાનો કા

પાથેય - જનાબ તમે કેમ જીત્યા એ હવે સમજાયું

પેલો પાકિસ્તાની સૂબેદાર તેમની સામે આવ્યો અને કહ્યું, જનાબ ! તમે કેમ જીત્યા અને અમે કેમ હાર્યા એ આજે અમને સમજાઈ ગયું છે...

તંત્રીસ્થાનેથી... યે દેશ હૈ વીર જવાનોં કા...આ વિશેષાંક ભારતના ગૌરવ સમાન વીર જવાનોને સમપર્તિ છે

આ કથાઓને હૃદયમાં ઉતારતાં ખ્યાલ આવશે કે આ યોદ્ધાઓની ખુમારી એ જ ભારતીય ત્રિરંગાનો ‘રુઆબ’ છે...

૩૦૦ ચીની દુશ્મનોને સામે ભારતના મુઠ્ઠીભર સૈનિકો ભારે પડ્યા

૩૦૦ ચીની અને ૫૫ ભારતીય સૈનિકો વચ્ચે જબરદસ્ત મારપીટ અને ઝપાઝપી શરૂ થઈ. ..

વિંગ કમાંડર અભિનંદન - અને અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં તૂટી પડ્યું

ટોળાએ તેમને પકડી લીધા. નિર્દય ટોળું તેમને ઢોરમાર મારી રહ્યું હતું પણ અભિનંદને ઉફ પણ ન કર્યું. સદ્નસીબે એ દરમિયાન પાકિસ્તાનના સૈનિકો ત્યાં આવી ગયા અને અભિનંદનને ટોળાથી છોડાવ્યા. એ સમયે પણ તેમની સ્વસ્થતા લાજવાબ હતી. ..

મેજર ટેંગો જેમની ટીમને આતંકીઓના મૃતદેહો ગણવામાં સમય બર્બાદ ન કરવાની સૂચના આપાઈ હતી

દુશ્મનો અને ભારતના જાંબાજો વચ્ચે લગભગ ૫૮ મિનિટ સુધી ગોળીઓની રમઝટ જામી. મેજર ટેંગોની ટીમને પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી હતી કે, તેમણે આતંકીઓના મૃતદેહો ગણવામાં સમય બર્બાદ કરવાનો નથી. માત્ર પોતાનું કામ પતાવી ત્યાંથી નીકળી જવાનું છે. ..

કર્નલ ડેલ્ટા જેમણે આતંકી કેમ્પોનું નામોનિશાન મિટાવી દીધું

આ આખી લડાઈ દરમિયાન લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટાની ટીમનો એક પણ જવાન ઘાયલ સુધ્ધાં થયો ન હતો. જ્યારે કમાંડો ભારતીય સરહદ નજીક પહોંચ્યા ત્યારે લેફ્ટિનેન્ટ કર્નલ ડેલ્ટાએ સેનાને કોલ કર્યો અને કહ્યું ઓપરેશન ઓવર.... ..

કેપ્ટન જયદેવ ડાંગી | બે ગોળીઓ તો ફૌજી માટે કાંઈ જ નથી

કેપ્ટન ડાંગીને એક ગોળી જમણી જાંગમાં વાગી હતી તો બીજી ગોળી તે જ તરફ પેટમાં વાગી હતી. તો સાથી મુકેશને પણ બે ગોળી વાગી હતી. નવા નવા ફોજી એવા મુકેશને પોતાનું મોત નિશ્ર્ચિત લાગતાં કેપ્ટન ડાંગીએ તેને હિમ્મત આપતાં કહ્યું, બે ગોળી તો જવાન માટે કાંઈ જ ન કહેવાય. હજુ આપણે જીવીએ છીએ અને આપણે આપણું મિશન પાર પાડવાનું છે...

મેજર ઋષિકેશ રામાણી | દસ આતંકીઓને પડકારનારો ગુજરાતનો વીર યુવાન

મેજર ઋષિકેશની ટુકડીએ દસ આતંકવાદીઓને આંતર્યા, તેમને પડકાર્યા. ત્રાસવાદીઓએ અત્યાધુનિક શસ્ત્રો અને ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો. મેજર રામાણીએ મોઢામોઢની લડાઈમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. પગમાં ગોળી વાગી તો પણ લડત ચાલુ રાખી,..

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન્ જેવા વીર બહાદૂર સૈનિકોને કારણે આપણે સલામત છીએ

એ રાત્રે ભારતે ત્રાસવાદ સામેનું યુદ્ધ તો જીતી લીધું, પરંતુ પોતાનો એક સૌથી બહાદુર જવાન ગુમાવી દીધો. એનએસજીના અન્ય કમાન્ડો ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં સફળ રહ્યા હતા અને મુંબઈ ફરી એક વખત મુક્ત થયું હતું. મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન્ જેવા સૈનિકોને કારણે આપણે સલામત છીએ. આજે શહેરોમાં અને અન્યત્ર આપણે સલામતીપૂર્વક ફરી શકીએ છીએ તેનું કારણ મેજર ઉન્નીકૃષ્ણન્ જેવા બાહોશ જવાનોની શહીદી છે...

લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે | ‘ઓપરેશન વિજય’ની શરૂઆત હું વિજય અપાવીને જ કરીશ

‘સેનામાં ભરતી વખતે મનોજકુમારને એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હોતો કે, એ શા માટે સેનામાં ભરતી થવા માંગે છે ? સહેજ પણ અચકાયા કે શરમાયા વગર મનોજે જવાબ આપ્યો હતો કે, હું પરમવીર ચક્ર મેળવવા માટે સેનામાં ભરતી થવા માંગું છું.’..

જ્યારે કેપ્ટન વિક્રમ બત્રાએ ‘યે દિલ માંગે મોર’નો નારો આપી પાકિસ્તાની દુશ્મનોને પોતાની ઇચ્છા અને જનૂનનો પરચો આપી દીધો

અમારી પાસે જુસ્સો અને જનૂન બંને છે. હું તમને વચન આપું છું કે કાં તો ત્રિરંગો ફરકાવીને આવીશ કાં તો ત્રિરંગામાં લપેટાઈને આવીશ...’ ..

નાયબ સૂબેદાર બાનાસિંહ | એના શૌર્યએ મહંમદ અલી ઝીણાની કાયદે આઝમ ચોકીનું નામ બદલી નાંખ્યું

નાયબ સૂબેદાર બાનાસિંહની શૌર્યગાથા કહેતી આ ચોકી આજેય સિયાચીનમાં ઊભી છે. પણ આજે એનું નામ અલગ છે. બાનાસિંહ અને આપણા સૌ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે હવે એ ચોકી કાયદે આઝમ ચોકી તરીકે નહીં પણ બાનાસિંહ પોસ્ટ તરીકે ઓળખાય છે...

મેજર રામાસ્વામી પરમેશ્ર્વરન્ | તમારી આ શહીદી ભારતવર્ષને હંમેશાં યાદ રહેશે

‘મેજર સાહેબ, આપણે જીતી ગયા.’ પણ મેજર સાહેબ એ ઉદ્ગારો સાંભળવા હાજર નહોતા. એ તો ભારતમાતાના ચરણોમાં એમનું શીશ અર્પણ કરીને શહીદીની રાહ પર આગળ વધી ચૂક્યા હતા. ..

મેજર કુલદીપસિંહ ચાંદપુરી | ફિલ્મ બોર્ડર યાદ છે? સન્ની દેઓલે જે રોલ નિભાવ્યો તે આ બહાદૂર મેજર હતા

ફિલ્મ બોર્ડર તો સૌને યાદ જ હશે. ૧૯૭૧ના યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં અભિનેતા સની દેઓલે મેજર કુલદીપસિંહ ચાંદપુરીની ભૂમિકા નિભાવી હતી...

લે. જન. જગજીતસિંહ અરોરા | પાકિસ્તાન સામેના ૧૯૭૧ના યુદ્ધના હીરો...

લશ્કરમાંથી નિવૃત્તિ પછી જગજિતસિંહ અરોરાએ ઘણાં વર્ષ સુધી ભારતીય સંસદના ઉપલા ગૃહ અર્થાત્ રાજ્યસભાના સાંસદ તરીકે દેશની સેવા કરી હતી...

ફિલ્ડ માર્શલ માણેક શા - પાકિસ્તાનને ઘૂંટણીયે પાડનારા યોદ્ધા

તેમણે ૧૯૭૧ની ત્રણ ડિસેમ્બરે દળોને પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકા તરફ રવાના કર્યા અને ૧૪ દિવસમાં વિજય મેળવી લીધો...

જ્યારે સ્કવોડ્રન લીડર ટ્રેવર કેલોરની વ્યૂહરચના મુજબ પાકિસ્તાની વાયુસેનાને ડારો દેખાડવા માટે એફ ૧૦૪ના પાયલોટસને પણ મેદાને ઉતાર્યા

૧૯૬૫ના યુદ્ધમાં ઇન્ડિયન એરફોર્સનો રોલ ખૂબ જ મહત્ત્વનો હતો, પરંતુ આ સૌથી પ્રથમ અને ઉત્સાહ વધારનારી સફળતા હતી...

આર.સી.એલ. અને અબ્દુલ હમીદનું શૌર્ય આજે ભારતીય લશ્કરના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલું છે

ભારત સરકારે અબ્દુલ હમીદની શહીદીને મરણોત્તર પરમવીર ચક્રથી નવાજી. આર.સી.એલ. અને અબ્દુલ હમીદનું શૌર્ય આજે ભારતીય લશ્કરના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે લખાયેલું છે...

મેજર દયાલ | હાજીપુરની દરગાહને આતંકીઓના કબજામાંથી છોડાવી

મેજર દયાલના નેતૃત્વમાં ભારતીય સૈનિકોનાં આ સફળ ઓપરેશનથી પાકિસ્તાન સરકાર પણ હચમચી ગઈ. પાકિસ્તાન સરકાર ગભરાઈ...

ભારતીય સૈન્યના ઇતિહાસનાં પાનાંઓમાંથી આજેય એ નરકેસરી જોગીન્દર સિંહની ડણક સંભળાય છે.

સૂબેદાર જોગીન્દર સિંહના અભૂતપૂર્વ પરાક્રમ બદલ ભારત સરકારે એમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો...

મેજર ધનસિંહ થાપા । જેમણી ચીનીઓને ચોખ્ખું કહી દીધું છે કે મારવો હોય તો મારી નાંખો પણ હું મારી માતૃભૂમિનો દ્રોહ નહીં કરું.

એક દિવસ એક લોહીલુહાણ જવાન ભારતીય ચોકી પર આવ્યો. એને જોતાં જ બધા ચોંકી ગયા...

આદેશ મળતાં જ એક મોટો ધડાકો થયો અને કેપ્ટન ગુરબચન સિંહ સલારિયાની ટીમે દુશ્મનોનાં બખ્તરબંધ વાહનોને ઉડાવી દીધાં.

કાંગો તો વિદ્રોહીઓથી મુક્ત થઈ ગયું હતું પણ એ માટે ભારત માતાએ એના એક વીર સપૂતનું બલિદાન આપવું પડ્યું હતું. ..