તમારો મત કોના તરફી છે ? નક્કી કરી શકતા નથી? તો આ પ્રંસગ વાંચો
એક રાજા પોતાના રાજ્યની રખેવાળી માટે યોગ્ય અને વિશ્ર્વાસપાત્ર વ્યક્તિને શોધી રહ્યો હતો. તેણે પોતાની આસપાસના લોકોને પારખવાનું શરૂ કર્યું. એક તરફ રાજપરિવારનો યુવક હતો, તો બીજી તરફ એક સામાન્ય પરિવારનો યુવક. પરંતુ તે રાજપરિવારના યુવકથી વધુ હોંશિયાર હતો. રાજાના મનમાં ભારે અવઢવ ચાલી. તે પોતાના રાજગુરુ પાસે પહોંચ્યા અને કહ્યું, ‘સ્વામીજી, ખૂબ વિચાર્યું. મારી સામે બે વિકલ્પ છે. એક રાજપરિવારનો વ્યક્તિ છે, જે બાલિશ અને અણસમજુ છે. તેને રાજકારણનું ભાન જ નથી, પરંતુ તે મારો પોતાનો છે. જ્યારે અન્ય ..