લિવ-ઇન રિલેશનશીપથી સમાજવ્યવસ્થા છિન્ન-ભિન્ન થઈ જશે । પ.પૂ. આચાર્ય ભગવંત રાજહંસ સૂરીશ્વર મહારાજ સાહેબ
આગામી સમયમાં જૈન પંથનું મહાપર્વ સંવત્સરી આવી રહ્યું છે ત્યારે કર્ણાવતી પધારેલા જૈન મહારાજ સાહેબ પ.પૂ. આચાર્ય ભગવંત રાજહંસ સૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે `સાધના'ના પ્રતિનિધિ દ્વારા વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જેમાં ગર્ભસંસ્કાર, લિવ-ઈન, સનાતન ધર્મમૂલ્યો, સ્વદેશી વ્રત, અહિંસાનું મહત્વ, પર્યાવરણ વગેરે જેવા સમાજને સ્પર્શતા મુદ્દાઓ અંગે વિશેષ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત છે એ વાર્તાલાપ ખાસ `સાધના'ના વાચકો મિત્રો માટે.....