પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે. ..
કહેવત છે કે અડી- કડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મુઓ. ઇજનેરી કૌશલ્યના અદ્ભુત નમૂના જોવા હોય તો ઉપરકોટનો કિલ્લો, અડી- કડી વાવ અને નવઘણનો કૂવો તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે...
Monsoon Trip To Gujarat । જો તમે આ ચોમાસામાં સાપુતારા કે વિલ્સન હીલ જેવા હિલસ્ટેશનના વિકલ્પથી તદ્દન અલગ સ્થળે જવા માગતા હોવ તો તમારા મોન્સૂન લિસ્ટમાં આ સ્થળોનો સમાવેશ ચોક્કસથી કરી લો!..
ચોમાસામાં ગુજરાતના અનેક સ્થળોએ કુદરત પૂરબહારમાં ખીલે છે ત્યારે લીલીછમ હરિયાળીને ભેદીને લોંગ ડ્રાઇવ પર જવાનો આનંદ સ્વર્ગમાં મહાલવાની અનુભૂતિ કરાવે છે. બસ, ત્યારે રાહ શેની જોવાની! આ ચોમાસામાં કુદરતની નિશ્રામાં રહેલા આ સ્થળોને ખૂંદવા પહોંચી જાઓ. ચાલો જાણીએ, ચોમાસામાં ગુજરાતમાં ફરવાલાયક આવા જ કેટલાક સ્થળો વિશે...
નદી-ધોધ, વન સહિત અનેક પ્રાકૃત્તિક તત્વોથી સભર આ જિલ્લાને મીની કાશ્મીરનું બિરુદ મળ્યું છે. ત્યારે આજે વાત કરીએ નર્મદા જિલ્લામાં આવેલા ધોધ અને તેની આસપાસના જોવાલાયક સ્થળો વિશે..
લીલીછમ હરિયાળીનો શણગાર ધારણ કરી નવોઢાની જેમ બેઠેલી કુદરત અને વહેતા ઝરણાં - પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા મનોરમ્ય નજારાની સોગાદ માણવી હોય તો આ ચોમાસામાં રાજકોટ જિલ્લાના પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગરની મુલાકાત લેવા જેવી છે...
# પ્રકૃત્તિ પ્રેમીઓ કુદરતના વિવિધ રસોનો આસ્વાદ લઇ કુદરતના ખોળે પળ વિતાવી શકે તે હેતુથી સરકાર દ્વારા પર્યાવરણ જતનના અમુક નિયમો સાથે ઇકો ટુરિઝમ સાઇટ વિકસાવવામાં આવી છે..
ગુજરાત પાસે તોફાની લહેરો ધરાવતો પરંતુ નીરવ શાંતિ આપતો દરિયો પણ છે, તો ક્યાંક દરિયામાં નહાવાની અને કુદરત સાથે તાદાત્મય કેળવી શકાય તેવો શાંત દરિયો છે, તો ક્યાંક વોટર સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટીઝ ધરાવતા ગોવા જેવા ભરચક દરિયા પણ છે. તો ક્યાંક દરિયાઇ જીવસૃષ્ટિને નરી આંખે જોઇ શકાય તેવો દરિયો પણ છે...
# સહેલાણીઓ દીવ, દમણ, ગોવા સહિત અનેક બીચ પ્રત્યે આકર્ષણ ધરાવે છે પરંતુ ગુજરાતમાં બ્લુ ફ્લેગનો દરજ્જો ધરાવતા, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી સુવિધા સભર અને દરિયાઇ સૃષ્ટિને નરી આંખે જોઇ શકાય તેવા બીચ આવેલા છે
..
ગરમીની રજાઓમાં ફરવાનું જવાનું વિચારતા હોવ અને એમાં ધાર્મિક સ્થળની મુલાકાત સાથે પ્રકૃતિના ખોળે વિહરવાનો આનંદ માણવો હોય, તો ઉનાની નજીક આવેલ તુલસીશ્યામ મંદિર અને નજીક આવેલા સ્થળો તમારી સફરને યાદગાર બનાવી દેશે...
Kadiya Dhro | વિશ્વના 52 પ્રાકૃતિક સ્થળ, જિંદગીમાં જેની એકવાર મુલાકાત ચોક્કસ લેવી જોઇએ, તેની યાદી ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા 2021મા બહાર પાડવામાં આવી. જેમાં 'કડિયા ધ્રો’ નો સમાવેશ થાયો છે...
હિલ સ્ટેશન પરથી સમુદ્રનો નજારો માણવો છે! ગુજરાતનું આ સ્થળ બેસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે!! ઉનાળાની ગરમીમાં રખડપટ્ટીનો ‘આનંદ’ લેવો છે, ગુજરાતના આ હિલ સ્ટેશને એક લટાર મારી આવો..
ગુજરાતના હિલસ્ટેશનો વિશેની માહિતી આ લેખમાં પ્રસ્તુત છે. મનોહર ટેકરીઓ, ખીણ, જંગલ અને પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ એવા હિલ સ્ટેશન આ રજાઓમાં તમને ‘રિચાર્જ’ કરી દેશે...
ઐતિહાસિક ધરોહર અને ખુમારીનું સરનામું એટલે ‘ભુજ’ | શહેરમાં ઇતિહાસને સાચવી બેઠેલા સ્થળો છે, તો કુદરતી સૌદર્યથી અભિભૂત કરે તેવા અનેક સ્થળો પ્રવાસના રોમાંચને બેવડો કરે છે..
પોતાના ઘરમાં મસ્ત મજાની ખુમારીથી રહેતા, અલમસ્ત- મુક્તપણે વિહરતા અને પોતાના સામ્રાજ્યમાં ખલેલ પહોંચાડનારને ગર્જનાથી દૂર રહેવાની ચેતવણી આપતા સિંહને નજીકથી જોવા હોય તો અહીં પહોંચી જાવ.....
Rani ki vav | તમને ખબર છે એક રાણી પોતાના પતિની યાદમાં એક વાવ બનાવી છે અને તે વાવ એટલે ગુજરાતના પાટણમાં આવેલી રાણકી વાવ. આજે યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી છે. ગુજરાત અને ભારતના ગૌરવ સમાન આ વાવ વિશે જાણવા જેવું છે...
મધ્ય ગુજરાતમાં આવેલા બૌદ્ધ મઠો કે પછી સૌરાષ્ટ્રમાં આવેલી ગુફાઓ કે પછી મહેસાણા જિલ્લાના વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો ગુજરાત પાસે ન માત્ર ગુજરાત કે ભારત, સાથે-સાથે સમગ્ર વિશ્વને આકર્ષિત કરે એવા બૌદ્ધ પ્રવાસન સ્થળો ઉપલબ્ધ છે. વાત આવા જ ગુજરાતના કેટલાંક ઐતિહાસિક બૌદ્ધ પ્રવાસન સ્થળોની.....
Vadodara | ‘વટસ્ય ઉદરે’ સંસ્કૃત નામ કાળક્રમે ઘસાતાં ઘસાતાં થયેલું વડોદરા શહેર એ પ્રાચીન અસ્મિતા તથા અર્વાચીન પ્રગતિશીલતાનો અદ્ભુત સમન્વય સમું શહેર છે. આવો માણીએ વડોદરાનાં વ્હાલા લાગે તેવા સ્થળો.....
ગુજરાતમાં પ્રકૃતિનો ખજાનો છે. જો તમને અભયારણ્યો અને પ્રકૃતિમાં રસ હોય તો ગુજરતાના આ સ્થળોએ તમારે જવું જોઇએ, અહીં પહોંચશો એટલે કુદરતની સુંદરતાનો તમને ખ્યાલ આવશે…
..
આ પશાભાઈ પટેલ ( Pasho Patel ) નો પાંચ ફૂટ ઊંચો પાળિયો આજે પણ ઢોરિયા ગામને ગોંદરે ઊભો છે. પશાભાઈના વંશજો અમદાવાદ જિલ્લાના દશક્રોઈ તાલુકાના મહેમુદપુરા ગામે વસે છે. છતાં પ્રતિવર્ષ એમના જવાંમર્દ પૂર્વજને તેલ અને સિંદૂર ચડાવીને નિવેદ્ય ધરવા ઢોરિયા ગામે આવે છે...
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ...
મુખ્ય મંદિર – જમીનથી અંદાજે 90 ફૂટ નીચે ભોંયરામાં આવેલા આ મંદિરમાં ગણપતિ દાદાની બે મૂર્તિ પ્રસ્થાપિત છે. જેમાંથી એક જમણીસૂંઢવાળા ગણપતિની મૂર્તિ છે. સાથે રિદ્ધિ- સિદ્ધિ માતા પણ બિરાજમાન છે. ..
જો તમે પર્વત વચ્ચે, નાના રસ્તાઓ પર ટ્રેકિંગ કરવા માગતા હોવ અને જૂની વાસ્તુકળા અને અધ્યાત્મમાં રસ હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ પ્લેસની ગરજ સારશે. તારંગા તીર્થ એ જૈનધર્મનું સિદ્ધ ક્ષેત્ર છે. અહીં 14 દિગંબર અને પાંચ શ્વેતામ્બર મંદિર સ્થિત છે.
..
આરાસુરના મા અંબાજી, મંદિરનું મહત્વ અને જોડાયેલી દંતકથા…. Ambaji Temple | અંબાજી મંદિરના નિર્માણ અંગે અનેક દંતકથાઓ પ્રચલિત છે. પરંતુ અંબાજી મંદિરનું નિર્માણ 1584 થી 1594ની આસપાસ કરવામાં આવ્યું છે. અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે...
આ મંદિર અંગે એવી માન્યતા પણ પ્રસરેલી છે કે આ મંદિરમાં દર્શન કરવાથી પિતા-પુત્રમાં રહેલ મતભેદ દૂર થાય છે. જે પિતા – પુત્ર વચ્ચે અણબનાવ કે મતભેદ હોય તે અહીં દર્શન કરવા આવે છે. જેનાથી તેમની વચ્ચે સ્નેહ અને સદ્ભભાવના વધે છે...
ગુજરાતના ચોટીલામાં ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં માતા પર્વતની ટોચ પર બિરાજમાન છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આ સ્થળની મુલાકાતે આવે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકમાં આ મંદિર આવેલું છે.આ મંદિર અમદાવાદ રાજકોટ હાઈવે નં -8 પર આવેલું છે. સમુદ્રની સપાટીથી 1173 ફૂટની ઉંચાઈ પર પર્વતની ટોચ પર માતા બિરાજમાન છે. પર્વતની ટોચ પર પહોંચ્યા પછી ઉપરથી તળેટીનો નજારો એકદમ રમણીય લાગે છે. તળેટીથી મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ અંદાજે 600 થી 650 પગથિયા ચઢવા પડે છે...
Gela Hanuman Shrifal Mandir | બનાસકાંઠામાં આવેલ હનુમાનદાદાનું આ અનોખુ મંદિર શ્રીફળ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. અહીં આખુ શ્રીફળ ચડાવવાની પ્રથા છે જેના કારણે અહીં શ્રીફળનો પર્વત બની ગયો છે. અને મહત્વની વાત એ છે કે વર્ષોથી અહીં શ્રીફળ પડયા છે છતાં તે બગડતા નથી...તો ચાલો આજે હનુમાનજીના આ મંદિરના દર્શન કરીએ.....
કચ્છના લખપત ( Lakhapat Kutch) તાલુકાના છેવાડે આવેલ આ સ્થાનનું ભુજથી અંતર ૧૬૩ કિ.મી. છે. આ દરિયાઈ સરહદી વિસ્તાર હોવાથી મંદિરમાં કે આસપાસ રાત્રિરોકાણની મનાઈ છે, પરંતુ ..
આજે પોષી પૂનમ એટલે કે ભગવતી અંબાજીનો પ્રાગટ્ય દિવસ. ઉત્તર ગુજરાતના સીમાડે અરવલ્લી પર્વતના આરાસુરી શિખરે મા અંબાના બેસણા છે. આવો તેમના પ્રાગટ્ય દિવસે આરાસુરના અંબાજીની વાત જાણીએ…( Ambaji temple history in gujarati )..
Why one vote is important | એક મત ચમત્કાર કરી શકે છે, એક મત સરકાર પાડી શકે છે, એક મત ઉમેદવારને હરાવી શકે છે, એક મત યુદ્ધ રોકી શેકે છે , એક મત ફાંસી અપાવી શકે છે, વાંચો કેટલાંક ઉદાહરણ.....
1 મે, 1960ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજે નવા રાજ્યનું ઉદ્ઘાટન કર્યું.એ પછી સાબરમતી નદીના કિનારે યોજાયેલા શપથ વિધિ સમારોહમાં જીવરાજ મહેતાએ રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી તે આજ દિન સુધી રાજ્યની રાજકીય સ્થિતિનો ઇતિહાસ પ્રેરક અને રસપ્રદ છે...
ગુજરાતના ૨૪ યુવાનોનાં લોહી આ ચળવળમાં રેડાયાં હતાં. અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળમાં ૨૪ યુવાનો પોલીસની ગોળીનો શિકાર બનીને શહીદ થયા હતા. આજે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે પણ કમનસીબે ગુજરાતીઓના પોતાના અલગ રાજ્યની રચના માટે પોતાના જાનની બાજી લગાવનારા અને પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને લોકો ભૂલી ગયા છે. ..
૧લી મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો જન્મ થયા બાદ તત્કાલિન મુખ્યપ્રધાન જીવરાજ મહેતા અને તેમના પ્રધાનોની શપથવિધિ એરકન્ડીશન્ડ હોલમાં નહીં પરંતુ ગાંધીઆશ્રમમાં લીમડાના ઝાડ નીચે થઈ હતી...
મહાગુજરાત આંદોલનના કારણે હાલનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. એ રીતે તો ગુજરાતના ઇતિહાસમાં મહાગુજરાત આંદોલન મહત્ત્વનું છે જ પણ ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો આ આંદોલનથી નંખાયો એમ કહીએ તો ચાલે...
પોલીસ અધિકારી રેનિસને ટોળાને અટકાવીને સવાલ કર્યો, કાયદાનો ભંગ થાય છે અને તમારી પાસે પરમિટ છે કે કેમ ? સામેથી તરત ખમીરવંતો જવાબ મળ્યો, અમારી પાસે પ્રભુના દરબાર સુધીની પરમીટ છે. આવો માત્ર એક વાક્યનો બેધડક જવાબ સાંભળીને પોલીસ અધિકારી બીજો કોઈ સવાલ પૂછવાની સ્થિતિમાં ન રહ્યા. ..
જિલ્લાની સરકારી વેબસાઈટમાં બધે જ કચ્છની સાચી જોડણી kachchh જ લખવામાં આવી છે. Wikipedia માં પણ લખવામાં આવ્યું છે કે kutch હવે જુનો સ્પેલિગ છે. કચ્છની સાચી જોડણી kachchh છે...
નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનો પર્વ. નવ દિવસ ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૃપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. નવરાત્રિના આ નવ સ્વરૃપો શું કહે છે જાણો..
આજે ૧૦૦૦ વર્ષ પછી આ સમુદાયને કોઈ પૂરા સન્માન અને ઈતિહાસબોધ સાથે પોતાના પૂર્વજોની ભૂમિ પર આમંત્રણ આપી રહ્યું હોય ત્યારે તેમનામાં આનંદ અને ઉત્સાહ ન હોય તો જ નવાઈ ! સૌરાષ્ટ્ર- તમિલ સંગમમ એ કોઈ એક કાર્યક્રમ માત્ર નથી. આ સંગમ ભાષાઓ અને આશાઓનો ઉત્સવ છે. આ ઉત્સવ એ ઉજવણી છે સદીઓના સંબંધોની. ..
ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ `ભાવ' પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે. ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વાગે. રાતના શાંત વાતાવરણમાં ભૂંગળનો સૂર ચોમેર ફરી વળે. એટલે બાકી રહી ગયેલા પ્રેક્ષકો પણ ઝટપટ આવીને ગોઠવાઈ જાય. પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય...
ગુજરાત માટે મુંબઈ હાથથી ગયું એ મોટું નુકસાન હતું. આજે મુંબઈ ગુજરાતમાં હોત તો ગુજરાતની શિકલ અલગ હોત એ કહેવાની જરૂર નથી. અલબત્ત ગુજરાતીઓએ ડાંગને ના જવા દીધું એ પણ મહત્વનું છે...
૧૯૭૪માં પંચમહાલ જિલ્લાના સંજેલી ગામ પાસેથી મળી આવેલ તામ્રપત્ર પરથી માહિતી મળતી હતીકે ગુર્જરોનો સંબંધ હૂણ રાજા તોરમાણ સાથે હતો. આનાથી સાબિત થાય છે કે ગુર્જરો અને હૂણ વચ્ચે સંબંધો હતા...
ગાંધીનગર વૃક્ષોનું નગર છે, જ્યાં પ્રત્યેક વૃક્ષ એક વિકાસનો શ્ર્લોક છે. આ નગરમાં રહેવું, એનું સ્મરણ કરવું કે એના વિશે લખવું એ ગુજરાતીભાષાની પૂજા છે...
..
મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’ રવિશંકર મહારાજને આપણે કેટલા ઓળખીએ છીએ? તેમણે ગુજરાતના પહેલા જ જન્માદિવસે પોતાના પ્રેરક સંદેશમાં ગુજરાત કેવું હોવું જોઇએ? એ જણાવી દીધું હતું.....