વાલી-સુગ્રીવ ક્રિષ્કિન્ધાનગરીના રાજા
કિષ્કિન્ધાના રાજા વાલી એક મહાશક્તિશાળી અને પરાક્રમી વાનર હતા. વાલીના નાના ભાઈનું નામ સુગ્રીવ હતું. વાલીને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મું હતું કે જે વ્યક્તિ તેની સાથે યુદ્ધ કરશે તેનું અડધું બળ તેનામાં આવી જશે. તેથી જ બધા લોકો તેનાથી ડરતા હતા. એકવાર રાવણે પણ વાલી સાથે યુદ્ધ કરવાનું સાહસ કર્યું હતું. ત્યારે વાલીએ તેને હરાવીને એક મહિના સુધી પોતાની બગલમાં ભરાવીને રાખ્યો હતો. ત્યારથી જ વાલીનો યશ ત્રણેય લોકમાં ફેલાઈ ગયો હતો. દેવો, યક્ષ, દાનવ બધા વાલીથી ડરી ગયા હતા...